બોક્સાઈટના વેપારી પર હુમલાની એ ઘટનામાં નોંધાઈ ફરિયાદ

ગઈકાલે ક્રિસ્ટલ મોલ નજીક બની હતી ઘટના

બોક્સાઈટના વેપારી પર હુમલાની એ ઘટનામાં નોંધાઈ ફરિયાદ

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના ખોડીયાર કોલોની ક્રિસ્ટલ મોલ નજીક જય કો ઓપરેટીવ સોસાયટીમાં વસવાટ કરતા અને બોક્સાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા અરવિંદભાઈ પાબારી પર ગઈકાલે દિનદહાડે ત્રણ અજાણ્યા ઈસમોએ આવી અને અરવિંદભાઈ જયારે પોતાની ઈનોવા કારમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે કાર પર ધોકા વડે હુમલો કરી અને હુમલાખોરોએ ધમકી આપી હતી કે અમારા હિસાબના પૈસા આપી દેજો નહિતર તને તથા તારા દીકરા જયને જીવતા રેહવા દેશું નહિ તેમ કહી પૈસા પડાવવા મૃત્યુનો ભય બતાવી નાશી ગયા હતા, પોલીસે અરવિંદભાઈ પાબારીની ફરિયાદને આધારે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.