જામનગર મહાનગપાલિકાના એક કોર્પોરેટર વિરદ્ધ નોંધાઈ ફરિયાદ

શું છે મામલો જાણો...

જામનગર મહાનગપાલિકાના એક કોર્પોરેટર વિરદ્ધ નોંધાઈ ફરિયાદ

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે, વોર્ડ નંબર 6 ના બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટર રાહુલ બોરીચા જોડીયા તાલુકાના ભાદરા નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેની ટાટા સફારી કારમાં ચાર વ્યક્તિઓ સવાર હતા, અને માસ્ક પહેરલ ના હોય જોડિયા પોલીસ દ્વારા ભાદરા પાટિયા નજીક ચેકિંગ દરમિયાન માસ્ક અંગેના દંડનું કહેતા હું પ્રજાનો સેવક છું મારે દંડ ના ભરવાનો હોય.. તેમ કહી હાજર પોલીસકર્મીઓની ફરજના ભાગરૂપે માસ્ક ના પહેરવા અંગેનો દંડ ના આપી અને ફરજમાં રુકાવટ કર્યાની પોલીસ ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.