My Samachar.in : જામનગર
જામનગર શહેર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અનિરૂધ્ધસિંહ બળદેવસિંહ જાડેજા પો.કોન્સ.બ.નં.861 રહે.સરાપાદર ગામ તા.કાલાવડ જી.જામનગર જી.પી.એક્ટ કલમ 145 મુજબ તે અવી રીતે કે પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહે દીન 50 ની બીન પગારી રજા પર હોય અને તેઓની રજા પૂરી થતા હાજર થયેલ ન હોય અને 27 દીવસ મનસ્વી પણે ગેરહાજર રહેલ અને ત્યાર બાદ જી.પી.એક્ટ 145ની નોટીસની બજવણી થતા હાજર થઇ ફરી લાંબી રજા માંગતા આચાર સહીતાના કારણે રજા ન મળતા માતાની ફેમેલી શીકની એન્ટ્રી કરાવી બાદમા ગેરહાજર રહી ગેરહાજરી દરમ્યાન પી.એસ.આઇ.ની શારીરીક કસોટીમા ભાગ લઇ અને ફરીથી તા.15/01/2022 ના રોજ જી.પી.એક્ટ 145 મુજબની નોટીસની બજવણી કરતા મુદત સમયમા હાજર થયેલ ન હોય અને ડીસીપ્લીન ફોર્સના કર્મચારી તરીકે કાયદેસરના હુકમની અવગણના કરી પાલન ના કરી ફરજ પર હાજર થયેલ ન હોય જે સબબ તેની સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.