યુવક પર સામે જોવા જેવી બાબતે હુમલો કરનાર 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

ઈજાગ્રસ્ત યુવક હાલ જી.જી હોસ્પીટલમાં સારવાર હેઠળ

યુવક પર સામે જોવા જેવી બાબતે હુમલો કરનાર 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર ક્રાઉન પાન પાસે સલમાન યાકુબભાઈ ચૌહાણ નામના 23 વર્ષીય યુવક પર હુમલો થયાની પોલીસ ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, આરોપી જાવેદ ઇસ્માઇલભાઇ ખફી ફરીયાદી સલમાન બન્ને એક લતામા રહેતા હોય અને એકબીજા સામે જોવા બાબતે માથાકુટ તથા બોલાચાલી ચાલતી હોય તથા ગઇ કાલના બન્ને વચ્ચે આ બાબતે ગાળાગાળી બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી સલમાનભાઈ કાઉન પાને પાન ખાવા માટે ગયેલ હોય ત્યારે..

જાવેદ ઇસ્માઇલભાઇ ખફી, અયાજભાઇ ઉમરભાઇ ખફી અને એક અજાણ્યા ઇસમેં  એકસંપ કરી આવી આ કામ ના જાવેદે સલમાનને માથાના પાછળના ભાગે લાકડાના ધોકાનો ધા કરી હેમરેજ જેવી ઇજા કરી તથા તલવાર વડે ડાબા કાંડામા ઇજા કરી તથા સાથેના અન્ય આરોપી અયાઝે લાકડાના ધોકા વડે સાથળના ભાગે મુંઢ ઇજાઓ કરી તથા અન્ય એક અજાણ્યા ઇસમેં શરીરે ઢીકાપાટુનો માર મારતા ઈજાગ્રસ્ત સલમાન ચૌહાણને જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, આ ઘટનાની જાણ થતા કાદરબાપુ જુણેજા પર હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.