કલ્યાણપુરમાં હવસખોર ઢગાએ 12 વર્ષની સગીરાને પીંખી નાખી

લલચાવી ફોસલાવી અને આચર્યું દુષ્કર્મ

કલ્યાણપુરમાં હવસખોર ઢગાએ 12 વર્ષની સગીરાને પીંખી નાખી
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં એક હવસખોર ઢગાએ હદ વટાવી અને 12 વર્ષની સગીરાને પીંખી નાખ્યાની ઘટના સામે આવી છે, કલ્યાણપુર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની એક 12 વર્ષીય દીકરી પર 45 વર્ષીય ઢગાની નજર બગડી અને તેણે સગીરાને લલચાવી ફોસલાવી અને બળજબરીથી બદકામ કરવાના ઈરાદાથી આરોપી રાજા કણઝારીયાએ પોતાની વાડીએ ઓરડીમાં અપહરણ કરી લઇ જઇ અને ભોગ બનનાર પોતાના ઘરે એકલી હોય ત્યારે લલચાવી ફોસલાવી તેમજ બળજબરીથી વારંવાર જાતીય હુમલો કરી અને દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. જેની તપાસ dysp કક્ષાના અધિકારી ચલાવી રહ્યા છે.