ગતરાત્રીના ફાયરીંગ મામલે નોંધાઈ ફરિયાદ, આ હતું કારણ...

આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો

ગતરાત્રીના ફાયરીંગ મામલે નોંધાઈ ફરિયાદ, આ હતું કારણ...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

ગતરાત્રીના ૧૦ વાગ્યા આસપાસના સમયે રણજીતસાગર રોડ પર ભોલા પંજાબી ધાબા પાસે મૂળ એમ.પી. નો જામનગરમાં રહીને કડીયાકામ કરતો દીવાન માવી પર એક શખ્સ દ્વારા ફાયરીંગ કરવામાં આવતા ઈજાગ્રસ્ત બનેલા દીવાનને તાકીદે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા, પોલીસે ઈજાગ્રસ્ત દીવાનની ફરિયાદ લીધી છે, તેમાં દીવાને લખાવ્યું છે કે પોતાના ઘરેથી ભોલા પંજાબી ઢાબા પસેથી જતા હોય ત્યારે ફાયરીંગ કરનાર એક્સ આર્મીમેન વલ્લભ મનજી બગડાએ પુલીયા પાસે દીવાન ઉભા હોય અને અંહી કોઇએ બેસવુ નહી તેમ કહી ભુંડી ગાળો બોલતા હોય આ દરમ્યાન દીવાન પણ  ત્યાં બાજુમાથી  નીકળતા વલ્લભએ દીવાનને પણ ભુંડા બોલી ગાળો આપી તુ અંહી શુ કામે આવેલ છે તેમ કહી મારી નાખવાના ઇરાદે પોતાની પાસે રહેલ હથીયારથી દીવાન પર  ફાયરીંગ કરીને છાતીના ભાગે ઇજાઓ પહોચાડી હતી, ફાયરીંગ કર્યા બાદ વલ્લભ બગડા નાશી જતા પોલીસે દીવાન માવી નામના પરપ્રાંતીયની ફરિયાદને આધારે IPC કલમ ૩૦૭,૫૦૪ તથા આર્મસ એકટની કલમ ૨૫(૧)(૧-B) , A તથા જી.પી.એકટ ની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.