રેતીચોરી બેફામ, તલાટીને ફડાકાવાળી કરીને ટ્રક છોડાવી ગયા બોલો...

ખાણખનીજ વિભાગ શું કરે છે?

રેતીચોરી બેફામ, તલાટીને ફડાકાવાળી કરીને  ટ્રક છોડાવી ગયા બોલો...

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં બેફામ રેતીચોરી સામે ખાણખનીજ વિભાગનું તંત્ર માયકાંગલું બનીને તમાશો નિહાળી રહ્યું છે, તો સ્થાનિક અન્ય તંત્રની પણ એટલી જ મિલીભગત છે. ત્યારે વધુ એક વખત રોયલ્ટી વિના લઇ જવામાં આવી રહેલ રેતીભરેલ ટ્રકને રોકતા સરકારી કર્મચારીઓ ને ફડાકાવાળી કરી અને ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાઈ છે, વાત એવી છે કે જામનગર ગ્રામ્ય કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા નયપાલસિંહ કરઁણસિંહ જાડેજા રેવેન્યુ તથા તલાટી ભરત ઝાલા ગઈકાલે હાઈવે રોડ જાબુંડા ગામથી  જોડીયા તરફ પહોચતા સામેથી આવતી ટ્રક નં. GJ-09-AV-2537 રેતી ભરેલી આવતા તે ટ્રકમા રેતી માટેની જરૂરી રોયલ્ટી ન હોય જેથી હિંદુસ્તાન વે-બ્રીજમા કાંટો કરાવી તલાટીમંત્રી ટ્રકને પોલીસ સ્ટેશને લાવવા ટ્રકમા બેસેલ અને ધુંવાવ ગામની ગોલાઈ નજીક પહોચ્યા ત્યારે એક અજાણ્યા ઈસમ GJ-10-BR-7096 ક્રેટા કારનો ડ્રાઈવરે કારમાથી ઉતરીને અને બેટ સાથે તલાટી મંત્રીનો  કોલર પકડી લાફો મારી જબરદસ્તી ગાડીમાથી નીચે ઉતારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળૉ આપી કાળા કલરના બેટ વડે મરવાની કોશીશ કરી અને રકજક કરીને ટ્રક ડ્રાઈવર અને આવેલ મોટર કારના ચાલકે તલાટીમંત્રીઓ પાસેથી ટ્રક છોડાવી લઈ ગયા સબબની ફરિયાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.