જામનગર જેલમાં બોલી બઘડાટી, કાચા કામના કેદીએ જેલસહાયકની વર્ધીના બટન તોડી નાખી અને

સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

જામનગર જેલમાં બોલી બઘડાટી, કાચા કામના કેદીએ જેલસહાયકની વર્ધીના બટન તોડી નાખી અને
file image

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લા જેલમાં બઘડાટી બોલ્યાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. કુષ્ણરાજસિંહ દિગુભા જાડેજા જેવો જામનગર જીલ્લા જેલમાં જેલ સહાયક તરીકેની ફરજ બજાવે છે, તેવો પોતાની ફરજ પર હતા તે દરમિયાન જીલ્લા જેલમા કાચા કેદી તરીકે રહેલા આરોપીઓ એજાજ રજાકભાઇ સંધાર, રીઝવાન રજાકભાઇ સંધાર, અસગર રજાકભાઇ સંધાર, અબ્દુલ કરીમ સલીમ ભગાડ જે તમામ મૂળ સલાયાના છે તેવોએ જેલ સહાયક ફરિયાદીની ફરજ દરમ્યાન આરોપી ઉશ્કેરાઇ જઇ બુમાબુમ તેમજ ગાળાગાળી કરતા એકસંપ કરી ફરીયાદી જેલ સહાયકને ગાળો આપી ઝપાઝપી કરી લાફો મારી વર્ધીના બટન ટોડી ત્યા પડેલ પથ્થર ઉપાડી ફરીયાદ પર હુમલાની કોષીશ કરી જેલસહાયક ફરિયાદીની કાયદેસરની ફરજમા રૂકાવટ કર્યા સબબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.