Mysamachar.in-જામનગર:
જામનગરમાં થોડા સમય પૂર્વે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં કેટલાક શખ્સો રસ્તે જઈ રહેલા વાહનચાલક સાથે પોતાનું બાઈક અથડાવી અને બાદમાં તેની સાથે બોલચાલી કરી લુંટ કરતા હતા, જે બાદ પોલીસે સબક શીખવતા આવા તત્વો ભો ભીતર થઇ ગયા હતા, જો કે આવી મોડસ ઓપરેન્ડી ફરી શરુ થઇ છે કે કેમ તે સવાલ એટલા માટે ઉભો થયો છે કે કારણ કે વધુ એક વખત વાહન અથડાવી અને એક વૃદ્ધને ત્રણ અજાણ્યા ઇસમો લુંટી જતા રહ્યાની પોલીસ ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
કીરીટભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા નામના ફરિયાદી જેવો ગુલાબનગરમાં વસવાટ કરે છે તે જામનગર ખંભાળિયા બાયપાસ પાસેથી પોતાના મોટરસાઈકલ પર આવી રહ્યા હતા ત્રણ અજાણ્યા શખ્સોએ અગાઉથી પ્લાન બનાવી બે આરોપીઓ એકટીવા કે એક્સેસ જેવા મોપેડ પર આવી ફરીયાદીના બાઈક સાથે પાછળ ભટકાડી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી મોઢા ઉપર મુંઢ માર મારેલ જે વખતે પાછળથી અજાણ્યા આરોપી આવી ફરીયાદીના મોઢા ઉપર રૂમાલ રાખી રોડ નીચે ઢસડી લઈ જઈ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ફરીયાદીના ખીસ્સામાથી રોકડા રૂપીયા 14,000 તથા એક મોબાઈલ ફોન કી.રૂ.14000 ની મળી કુલ રૂપીયા 28,000 ની લુંટ કરી નાસી ગયાની ફરિયાદ પંચકોશી બી ડીવીઝનમાં નોંધાતા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા વધુ તપાસ કરી રહ્યા છે.