Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકાના ચરકલા રોડ પર વસવાટ કરતા મૃતક વિરમભા કારાભા માણેકને રમેશભા બાલુભા સુમણીયા તથા મીયાભા સોમભા માણેક બંન્ને જણાએ મૃતક વિરમભાના કબ્જામાં રહેલ પ્લોટ ખાલી કરી નાખવા વારંવાર ગાળો કાઢી ધમકીઓ આપી બોલાચાલી કરી તું અમારો પાળેલો કુતરો છે. તને અમે તથા મારા બાપુજીએ ધંધો રોજગાર કરી આપેલ છે. અને તું અમારા હિસાબે નભે છે. તેમ અપમાનજનક શબ્દો કહી અને આમ અવાર નવાર પ્લોટ ખાલી કરી નાખવા ધાક ધમકીઓ આપી હેરાન-પરેશાન કરતાં હોય જેથી વિરમભા કારાભા માણેક ઉ.વ.35 વાળાએ આ બંન્ને જણાના કાયમી ત્રાસના કારણે ગળેફાસો ખાઇ મરણ જતાં બન્ને ઈસમો વિરુદ્ધ મૃતકના પત્ની પોતાના પતિને મરી જવા મજબુર કર્યા સબબની ફરિયાદ નોંધાવી છે.