ખેડૂતોના ખાતામાં કાલથી ચૂકવાશે નુકશાનીનું વળતર:કૃષિમંત્રી

બીજું શું કહ્યું મંત્રીએ કરો ક્લિક

ખેડૂતોના ખાતામાં કાલથી ચૂકવાશે નુકશાનીનું વળતર:કૃષિમંત્રી

Mysamachar.in-રાજકોટ:

રાજ્યના કેબીનેટ કૃષિમંત્રી આર.સી.ફળદૂએ આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ ને સંબોધન કરતા કેટલીક જાહેરાતો કરી હતી, ફળદૂએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોને વળતરના નાણા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં રકમ ચુકવણીનો કાર્યક્રમ આવતીકાલથી શરુ થશે તેમ જણાવતા વધુ કેટલાક મુદ્દાઓ પર પણ તેવોએ પ્રકાશ ફેંક્યો હતો, ફળદુએ રાજ્યના ખેડૂતોને નુકસાનીના વળતર ચુકવવાના કાર્યક્રમોની વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, વડોદરામાં આવતીકાલે મુખ્યમંત્રીની હાજરીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. તેવી રીતે અન્ય જિલ્લાઓમાં અન્ય મંત્રીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે, ચાલુ વર્ષે 146 ટકા વરસાદ નોંધાયો. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કમસોમી વરસાદથી ઘાસચારો સંપૂર્ણપણે નાશ થયો. જેને લઇ પાક નુકસાનીનું વળતર ચૂકવાશે, વધુમાં કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂતોને અરજી માટે 1 માસનો સમય અપાયો હતો. જેમાં 24 લાખ ઉપરાંત ખાતેદારોએ અરજી કરી છે. પાક વિમાનું વળતર આપવાનો કાર્યક્રમ રાજ્યના 8 ભાગોમાં કરવામાં આવશે.