કંપનીના સુપરવાઈઝરે કંપનીનું લાખોનું કરી નાખ્યું, ફરિયાદ નોંધાઈ 

ઓનલાઈન ફ્લીપકાર્ટની પેટા કંપનીમાં છે સુપરવાઈઝર 

કંપનીના સુપરવાઈઝરે કંપનીનું લાખોનું કરી નાખ્યું, ફરિયાદ નોંધાઈ 

Mysamachar.in-જામનગર:

જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા સુપરવાઈઝરે કંપનીનું જ લાખો રૂપિયાનું કરી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે, આ મામલમાં પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર શૈલેશભાઈ પટેલ નામના  ફરીયાદી જેઓ એઈમ લોજીસ્ટીક સર્વિસના નામે ફલીપકાર્ટની પેટા કંપની ઈન્સ્ટાકાર્ટ તરફથી ઓનલાઈન ગ્રાહકો દ્વારા ખરીદવામા આવતી ચીજવસ્તુઓની ડીલવરીનુ કામ સંભાળતી હોય અને તેઓની પેટા ઓફીસ જામનગર દરેડ જી.આઈ.ડી.સી.મા આવેલ જેનુ સુપરવાઈઝર તરીકે એજાજ હનીફભાઈ દરેશ જે લાલખાણ, મદીના મસ્જીદ પાસે જામનગર ખાતે રહે છે તે નોકરી કરતા હોય અને તેઓએ ડીસેમ્બર તથા જાન્યુઆરી માસ દરમ્યાન ચીજવસ્તુની ડીલવરીના ગ્રાહકો પાસેથી મળેલ કુલ રોકડા રૂપીયા 8,15,642/-ની રકમ પેમેન્ટ સર્વિસ કંપનીમા જમા નહી કરાવી ફરીયાદીની પેઢી સાથે વિશ્વાસધાત ઉચાપત કર્યા સબબની ફરિયાદ પરથી પીએસઆઈ જે.ડી.પરમારે તપાસ હાથ ધરી છે.