રિલાયન્સને પણ કોઈ ધુમ્બો મારી દે બોલો..!

૩ કરોડનું કરી નાખ્યું..

રિલાયન્સને પણ કોઈ ધુમ્બો મારી દે બોલો..!

Mysamachar.in-જામનગર:

આમ તો રિલાયન્સ નું નામ આવે એટલે બધાને બધી ખબર જ હોય એવું વાતો સાંભળતા લાગે.. કંપનીની સિક્યુરિટી વ્યવસ્થાની વાત હોય કે અન્ય...જામનગરમાં રહેતા લોકો રિલાયન્સની પહોચને લઈને એવું પણ કહેતા સંભાળવા મળતા હોય કે રિલાયન્સ નું કાઈ ન થાય...પણ કોઈ એવું વિચારતું હોય કે કોઈ રિલાયન્સનું કોઈ કાઈ “ન” કરી શકે તો એ વાતમાં દમ નથી, આટલી મોટી કંપની પણ વિશ્વાસઘાતનો ભોગ બની શકે છે, જેમ સામાન્ય લોકો વિશ્વાસઘાતનો ભોગ બને તેમ આ કંપની પણ બની હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,.. જામનગર નજીક આવેલ રિલાયન્સ રીફાઈનરીના મોટી ખાવડીના SEZ ના MMC સ્ટોર વિભાગમાં મશીનીયર મેનેજર રીસીપ્ટ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રાજેંન્દ્રસિહ ગનબીરસિહ એ મેઘપર પોલીસ મથકમાં પાંચ ઇસમો વિરુદ્ધ ગુન્હાહિત કાવતરું, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ કંપની સાથે ૩ કરોડની વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા મેઘપર પી.એસ.આઈ એ આ મામલે તપાસ હાથ ધરી છે, 

જો નોંધાયેલ ફરિયાદ પર નજર કરવામાં આવે તો મિલન અકબરી નામનો શખ્સ જે અરીહંત પેટ્રોલીયમ ના એજન્સી સ્ટાફ કે જેને અરિહંત મારફતે રીલાયન્સ કંપનીમા આર.એલ.એસ. યાર્ડ નં-૩૦ મા સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હોય તેને સીમ્પેક્ષ કંપનીના મેનેજર ડી.પી.સિંઘને પૈસાની લાલચ આપી નાણાકીય દુરવ્યવહારના ભાગરૂપે મિલન અકબરીએ  રૂ.૮,૨૦,૦૦૦/- આપી રીલાયન્સ કંપનીની કોંટ્રાક્ટર સિમ્પ્લેક્ષ કંપનીના મેનેજર ડી.પી.સીંઘ તથા સુપરવાઈઝરો રણજીતસિંગ, દીપાંજન તથા પાંડે સાથે મળી ગુનાહીત કાવતરૂ રચ્યું હતું,

અને ગુન્હાહિત કાવતરા ને ભાગરૂપે સપ્ટેમ્બર ૨૦૧૮ થી માર્ચ -૨૦૧૯  દરમ્યાન રીલાયન્સ કંપનીના આર.એલ.એસ. યાર્ડ નં-૩૦ મા સ્ક્રેપ મટીરીયલ મેનેજમેન્ટ વ્યવસ્થામા ગોટાળાઓ કરી અને પ્રસ્થાપીત પ્રકીયામા સ્ક્રેપ મળ્યા બદલની જે રીસીપ્ટ મુખ્ય દસ્તાવેજ છે, તે તથા સ્ક્રેપ યાર્ડ ઈન્ચાર્જ મીલન અકબરી ની સ્ક્રેપ જમા કર્યા સિવાય  સહી મેળવી સ્ક્રેપ જમા કરાવેલ છે, તેવુ બતાવી તે રીસીપ્ટ તેમજ તેને લગત રજીસ્ટર જેવા પ્રસ્થાપિત પ્રકીયાના દસ્તાવેજોમા ખોટી નોંધ કરી ખોટા દસ્તાવેજ અને રેકર્ડ બનાવી સ્ક્રેપ જમા થયેલ છે, તેવા આધારો ઉભા કરીને રીલાયન્સ કંપનીનો આશરે ૧૫૮૫ મેટ્રીકટન  સ્ક્રેપ જેની અંદાજીત કીમત ૩.૨ કરોડ જેટલી થાય છે તે સ્ક્રેપ યાર્ડમા ઓછો જમા કરાવી કંપની સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત થયાનું સામે આવતા કંપનીએ વતી કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.