કમિશ્નરે ટાઉનપ્લાનીંગ શાખાના તમામને ચેમ્બરમાં બોલાવ્યા..

તાજેતરમાં જ ઓડિયો ક્લીપ સામે આવી હતી..

કમિશ્નરે ટાઉનપ્લાનીંગ શાખાના તમામને ચેમ્બરમાં બોલાવ્યા..

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની વગોવાયેલી ટાઉનપ્લાનીંગ શાખાના ત્રણ કર્મચારીઓને સાંકળીને એક સસ્પેન્ડેડ આર્કિટેક દ્વારા કરવામાં આવી રહેલી વાતચીત નો ઓડિયો વાઈરલ થઇ જતા સમગ્ર જામનગર શહેરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે આ મામલે સીટી ઈજનેર શૈલેશ જોશીના જણાવ્યામુજબ  જે કર્મચારીઓને સાંકળીને આ ક્લીપમાં વાતચીત છે તેવા ત્રણ કર્મચારીઓ ધવલ પંડ્યા, દીપ વેકરીયા અને કેતન બાલધાનો શોકોઝ નોટીસ આપીને આ મામલે ખુલાસો પૂછવામાં આવ્યો છે, ત્રણેય કર્મચારીઓને સાત દિવસની અંદર આ બાબતે ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.અને તે બાદ આ મામલે કમિશ્નરને રીપોર્ટ કરવામાં આવશે તેમ તેવોએ જણાવ્યું છે.

-ગઈકાલે કમિશ્નરે ટાઉનપ્લાનીગ શાખાના તમામને ચેમ્બરમાં બોલાવ્યા...
ચર્ચાસ્પદ ઓડિયો વાઈરલ થતા ખુદ કમિશ્નર સતીશ પટેલ પણ હરકતમાં આવ્યા છે, અને મનપાની શાખને લાંછન લગાડતી ક્લીપ સામે આવતા અને અવારનવાર થઇ રહેલા આક્ષેપો અંગે તેવોએ ગઈકાલે ટાઉનપ્લાનીંગ શાખાના તમામ કર્મચારીઓ અને અધીકારીઓને પોતાની ચેમ્બરમાં બોલાવી અને જરૂરી સુચનાઓ આપી છે.અને તેમાં પણ “વહીવટ” ની ક્લિપનો મુદ્દો ગાજ્યો હોવાનું જાણવા મળે છે.