રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ વધશે ઠંડીનું જોર, અમુક વિસ્તારોમાં ફરી માવઠા પણ થઇ શકે..

હાલ રાજયમાં લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે

રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ વધશે ઠંડીનું જોર, અમુક વિસ્તારોમાં ફરી માવઠા પણ થઇ શકે..
file image

Mysamachar.in-અમદાવાદ:

આ વર્ષે ચોમાસાની ઋતુ ખુબ જ વિચિત્ર રહી પહેલા વરસાદ બાદમાં વિરામ ફરી ધોધમાર વરસાદ આં તમામ વચ્ચે આ વર્ષે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે, જેથી ગઈકાલથી જ દરિયાકિનારા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. એ ઉપરાંત વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ, આગામી ત્રણ દિવસમાં રાજયના અન્ય વિસ્તારોમાં લઘુતમ તાપમાન ગગડતાં ઠંડીનું પ્રભુત્વ વધશે.

હાલ રાજયમાં લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે જેમાં દિવસ દરમિયાન ગરમી તો મોડીરાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થશે.