માલગાડીના ડબ્બા એકબીજા પર ચઢી ગયા, આ તરફના રેલ્વે વ્યહારને થઇ અસર
યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી

Mysamachar.in-દાહોદ:
દાહોદ નજીક દિલ્હી મુંબઇ મુખ્ય રેલ્વે માર્ગના મંગલદાહોદ મહુડી નજીક રેલવે અકસ્માત સર્જાયો હતો. માલગાડીનું ડિરેલમેન્ટ થતા અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લગભગ 12 ઉપરાંત માલગાડીના ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા મુંબઈ દિલ્હી રેલમાર્ગ ખોરવાયો હતો. અન્ય ટ્રેનોની આવનજાવન પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલોમાં ભારે નુકશાની જોવા મળી હતી. તેમજ રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું. ઘટના બાદ રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. મહત્વનું છે કે માલગાડી ડીરેલ થતાં મુંબઈ- દિલ્હી વચ્ચેનો રેલમાર્ગ ખોરવાયો છે. કારણ કે માલગાડીના 12 થી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડતાં રેલવે ટ્રેકને ભારે નુકશાન થયુ છે.