મુખ્યમંત્રીની તુલા કમલમ ફ્રુટથી કરવાની હતી, બોક્સ કમલમ  ફ્રુટના અને અંદર હતા કેળા.!!

આ તો કેવું કેહવાય કે ભાજપના કાર્યક્રમમાં જ 

મુખ્યમંત્રીની તુલા કમલમ ફ્રુટથી કરવાની હતી, બોક્સ કમલમ  ફ્રુટના અને અંદર હતા કેળા.!!

Mysamachar.in-ભુજ:

ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીની હજારોની મેદની સામે જાહેર મંચ પર કીમતી કમલમ ફ્રૂટ દ્વારા તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને મુખ્ય આયોજકો સહિતના મોવડીઓએ આસપાસ ઊભા રહી હસતા ચહેરે ફોટો પણ પડાવ્યા હતા, પરંતુ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંચ પાસે રાખેલા કમલમનાં બોક્સ હોંશે હોંશે ખોલતાં એમાંથી કીમતી કમલમ ફ્રૂટને બદલે કેળાં નીકળ્યાં હોવાનું સામે આવ્યું છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયો છે.

ગઈકાલે ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત મુખ્યમંત્રીના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કમલમ ફ્રૂટ દ્વારા અગ્રણી સમૂહ દ્વારા તુલા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ રૂ. 100ના કિલો ભાવે વેચાતા કમલમ ફ્રૂટના સ્થાને ઉપરના એક બોક્સ સિવાયનાં અન્ય બોક્સમાંથી કેળાં નીકળ્યાં હતાં, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા અનેક ચર્ચાઓ જાગી છે.મુખ્યમંત્રીના કાર્યક્રમમાં દરેકની બારીકાઈથી તપાસ થતી હોય છે. મીડિયાકર્મીઓના કેમરા બેગ પણ તંત્ર દ્વારા તપાસ થતી હોય ત્યારે કમલમના સ્થાને કેળાં આવી જવા પણ મોટી બેદરકારી ગણી શકાય. જો કે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલે એવી સ્પષ્ટતા કરી હતી કે ભૂલથી 4 બોક્સ કેળાના આવી ગયા હતા.પણ હતા તો ફ્રુટ જે ને.