મુખ્યમંત્રી કહ્યું કે આફત ટળી ગઈ છે..

કાલે શાળા કોલેજ બંધ 

મુખ્યમંત્રી કહ્યું કે આફત ટળી ગઈ છે..

Mysamachar.in-ગાંધીનગર:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાંજે વાયુ વાવાઝોડાને લઈને પત્રકાર પરિષદ સંબોધન કરતાં જણાવ્યું  કે હવે રાજ્યમા વાવાઝોડાની જે આફત હતી તે ટળી ચુકી છે,રાષ્ટ્રીય હવામાન ખાતાના અનુમાન પ્રમાણે વાવાઝોડાની આફત ટળી ચુકી છે,છતાં પણ આવતા ૨૪ કલાક તંત્ર હાઈએલર્ટ પર છે,જે ૧૦ જીલ્લાઓ અસરગ્રસ્ત બનવાના હતા..ત્યાં આજની રાત પણ સજાગ રહેવું જરૂરી છે,તો આવતીકાલે પણ જામનગર સહીત ૧૦ જીલ્લાઓમા શાળાઓ બંધ રાખવાનો નિર્ણય પણ સરકાર દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે,અને હજુ પણ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત સતર્ક હોવાનો દાવો સીએમએ કર્યો છે.

--