ચિંતાના વાદળો, રાજ્યના 33 જીલ્લામાં સરેરાશથી પણ ઓછો વરસાદ

આવતા 7 દિવસમાં અમુક જગ્યાએ......

ચિંતાના વાદળો, રાજ્યના 33 જીલ્લામાં સરેરાશથી પણ ઓછો વરસાદ
symbolic image

Mysamachar.in-અમદાવાદ

આ વર્ષે ચોમાસાની ઋતુ અને વરસાદની સીસ્ટમ રાજ્યમાં કઈક અનિયમિત બની હોય તેમ લાગે છે, વાતાવરણ બંધાય છતાં વરસાદ જોઈએ તેવો નથી પડતો, પડે છે તો સામાન્ય વરસાદ પડે છે, ત્યારે હવે ચિંતાના વાદળો જો આગામી થોડા દિવસોમાં વરસાદ ના વરસે તો ચોક્કસથી જોવાઈ રહ્યા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 35.66% વરસાદ થયો છે. ગત વર્ષે 2 ઑગસ્ટ સુધી રાજ્યમાં 42.90% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 7.24% ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 36%ની ઘટ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. તો રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

ગુજરાતનાં 207 જળાશયોમાંથી માત્ર 4 જળાશય 100% ભરેલાં છે. જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં 41.07% પાણીનો સંગ્રહ છે. વધુમાં આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. આમ જો સમયસર અને પુરતો વરસાદ નહિ પડે તો ચિંતાના વાદળો ભલે સમગ્ર ગુજરાત પર નથી તો કેટલાય વિસ્તારો માટે ચોક્કસથી થશે તે વાત નિશ્ચિત છે.