નોટબંધીમાં બંધ થયેલ જૂની લાખોની નોટો ત્રણ લોકો પાસેથી મળી આવી

500 ના દરની નોટો મળી આવી

નોટબંધીમાં બંધ થયેલ જૂની લાખોની નોટો ત્રણ લોકો પાસેથી મળી આવી
file image

Mysamachar.in-ગોધરા

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં ભારતીય ચલણમાંથી જૂની ચલણી નોટોમાંથી કેટલીક નોટો રદ કરી દેવામાં આવી હતી, જે બાદ આ રદ થયેલ ચલણી નોટો ક્યારેક લાખોની તો ક્યારેક કરોડોની ક્યાંકથી મળતી જ રહે છે, ત્યારે આજે વધુ એક વખત આવી જ લાખોની ચલણી રદ થયેલ નોટો ત્રણ ઈસમો પાસેથી મળી આવી છે, ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ભારતીય ચલણની જૂની બંધ થયેલ ચલણી નોટો ઝડપાઇ બાતમીના આધારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે અલ્ટો કારમાં જૂની એટલે કે ચલણમાંથી રદ થયેલ નોટો લઈને જતા 3 ઈસમોને 3.91 લાખની રદ્દ કરવામાં આવેલ જૂની નોટો સાથે ઝડપી લીધા બંધ થયેલી રૂ.500 ના દરની 783 નોટો પોલીસે કબ્જે લઇ ઝડપયેલા ઈસમો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.