જોડીયાના તારાણા ગામે બે જુથો વચ્ચે અથડામણ

એકની હાલત ગંભીર

જોડીયાના તારાણા ગામે બે જુથો વચ્ચે અથડામણ

Mysamachar.in-જામનગર:

જોડીયા તાલુકાના તારાણા ગામે આજે વહેલી સવારે આહિરોના બે જુથ વચ્ચે અથડામણ થતાં ઘવાયેલા પૂર્વ સરપંચ સહિત ચાર વ્યક્તિઓને જામનગર જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે,ત્યારે આ બનાવને લઈને ઘટના સ્થળે જામનગરથી પોલીસ દોડાવીને વધુ વાતાવરણ તંગ થાય તે પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,

આજે સવારે જોડીયા તાલુકાનાં તારાણા ગામે વાડીમાં વીજપોલ નાખવાના પ્રશ્ને આહિરના બે જુથો વચ્ચે તલવાર,પાઇપ,લાકડી,ધારીયા વગેરે હથિયારો સાથે લોહિયાળ ધીંગાણું થયું હતું, જેમાં પુર્વ સરપંચ સાધાભાઇ તેના ભાઇ વાસુરભાઇ, હમીરભાઈ, અરજણભાઈ વગેરેને ઇજા થતા જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં માથામાં ગંભીર ઇજા થવાથી વાસુરભાઈની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે,

આ બનાવની જાણ થતાં જોડીયા પોલીસ સહિત જામનગર એલ.સી.બી, એસ.ઓ.જી. પોલીસનો કાફલો  તારણા ગામે પહોંચ્યો હતો અને સવારમાં થયેલી તંગદીલીને પગલે વધુ વાતાવરણ તંગ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,

આ બનાવ અંગે તારાણાના પૂર્વ સરપંચ સાધાભાઈની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસની કલમ-૩૦૭ સહિતની કલમો હેઠળ ગામના જ રમેશભાઈ સહિત ૧૯ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધવા માટે તજવીજ હાથ ધરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.