Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસ છાનું છાનું રાખીને ઉમેદવારોને મેન્ડેટ આપી ઉમેદવારી કરાવી… એવામાં સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જયારે ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ દિગુભાએ ઉમેદવારી નોંધાવી, દિગુભા જાડેજાએ વોર્ડ નંબર 2 માંથી પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે તેવોએ પાર્ટીના આદેશ પ્રમાણે ઉમેદવારી નોંધાવી હોવાનું કહ્યું.. ત્યારે ખરેખર પાર્ટીનો આદેશ કે પછી કોર્પોરેટર બનાવની ઈચ્છા તેવી ચર્ચાઓ તેમના જ પક્ષમાં ગણગણાટરૂપે ચાલી રહી છે. હા જો કે આવું પ્રથમ વખત નથી બન્યું દિગુભાના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ પ્રમુખો કોર્પોરેશનની ચુંટણી લડી ચુક્યા છે. ત્યારે તેવોએ આજે ઉમેદવારી નોંધાવી વોર્ડ નંબર બે માં કોંગ્રેસની પેનલનો વિજય થશે તેમ જણાવ્યું..