Mysamachar.in-જામનગર:
સીટી બી ડીવીઝન ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગાઘેના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર પટેલ કોલોની શેરી નં 9/2, આર.એમ.ગોરીયા સ્કુલ સામે, આદેશ્વર રેસીડન્સીના પાર્કીંગમાં સહદેવ ઉર્ફે શક્તિ મનહરદાન ગઢવી તથા ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલા રહે, પટેલ કોલોની શેરી નં.9 ની પાછળ, શાંતીનગર શેરી નં.2 જામનગરવાળા સાથે મળી આદેશ્વર રેસીડેન્સીના પાર્કીંગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જે હકીકત આધારે રેઈડ કરી..
આરોપી સહદેવ ઉર્ફે શક્તિ મનહરદાન ઇસરાણી જામનગરને ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ ચપટા ROYAL CLASSIC WHISKY 180 એમ.એલ તેમજ ફોર સેલ ઈન રાજસ્થાન ઓનલી લખેલ કંપની શીલબંધ નંગ-408 કિં.રૂ. 40,800/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે તેમજ ઇસમને આ દારૂના જથ્થા બાબતે પુછતા પોતે ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલા રહે. પટેલ કોલોની શેરી નં.9 ની પાછળ, શાંતીનગર શેરી નં.2 જામનગર વાળા સાથે મળી ભાગીદારીમાં વેચાણ કરવા માટે લઇ આવેલ હોવાનુ અને દારૂ ઉતારીને ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો ઝાલા જતો રહેલ હોવાનુ જણાવતા જેને ફરારી જાહેર કરી મજકુર બંન્ને ઇસમો તથા તપાસમાં ખુલે તેઓની સામે ધોરણસર કરવા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.આ કામગીરી ઇન્ચાર્જ PI કે.એલ.ગાધે તથા PSI વાય.બી.રાણા, રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, મુકેશસિંહ રાણા, શિવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, દેવેનભાઇ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.