ચીમન સાપરિયા કે ચિરાગ કાલરિયા કોનો હાથ રહેશે ઊચો, જામજોધપુર યાર્ડનો કાલે ફેસલો

બંને પક્ષના કાલે થશે પારખા

ચીમન સાપરિયા કે ચિરાગ કાલરિયા કોનો હાથ રહેશે ઊચો, જામજોધપુર યાર્ડનો કાલે ફેસલો

mysamachar.in-જામનગર:

જામજોધપુર માર્કેટિંગ યાર્ડની આજે ચુંટણી હોય,વહેલી સવારથીજ ભારે ઉતેજ્ના ભર્યા વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે સહકારી ક્ષેત્રોમાં પોતાનો દબદબો જાળવી રાખવા પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય યાર્ડ પર કબ્જો કરવા જોર લગાવી રહ્યા છે,

જામજોધપુર યાર્ડમાં ખેડૂત વિભાગની ૮ વેપારી વિભાગની ૪ અને ખરીદ વેચાણ સંઘની ૨ મળીને કુલ ૧૪ બેઠકો માટે આજે મતદાન છે અને પૂર્વ કૃષી મંત્રી ચીમનભાઈ સાપરીયાની સહિત ૪ પેનલ મેદાનમાં છે ત્યારે યાર્ડ કબ્જે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના રાજકીય અગ્રણીઓ દ્વ્રારા છેલ્લાય કેટલાય દિવસોથી  જોર લગાડવામાં આવી રહ્યું છે,

વધુમાં જામજોધપુર યાર્ડની ચુંટણીમાં ભાજપ સત્તા ટકાવી રાખવા માટે અને કોંગ્રેસ સત્તા ઝૂટવી લેવા તનતોડ પ્રયાસો કરીને મંડળીમાં નોંધાયેલા મતદારોને આજે મતદાન કરાવી રહ્યા છે  આવતી કાલે રોજ પરીણામ જાહેર કરવામાં આવશે ત્યારે યાર્ડમાં કોણ ફાવશે તે ઉપર સૌ કોઇની નજર અત્યારથી જ મંડાયેલ છે.