સૌરાષ્ટ્રના અલગ-અલગ જીલ્લામાં ચોરી કરી તરખાટ મચાવનાર ચિખલીગર ગેંગ ઝડપાઈ

જામનગરના કેટલાય ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ ગયો

સૌરાષ્ટ્રના અલગ-અલગ જીલ્લામાં ચોરી કરી તરખાટ મચાવનાર ચિખલીગર ગેંગ ઝડપાઈ

Mysamachar.in-ભાવનગર

ભાવનગર જીલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન ખાનગી બાતમીરાહે  હકીકત મળેલ કે ચિખલીગર ગેગના ઈસમો ગારીયાધાર થી દામનગર જતા રસ્તે નાની વાવડી પાસે ઈકો કાર લઈને ખારા વિસ્તારમાં કોઈ ધાડ કે લુંટને અંજામ આપવા એકઠા થયેલ છે. જે બાદ સ્ટાફના ચુનંદા માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા નાની વાવડી તળાવ પાસેથી જગ્યા કોર્ડન કરી કુલ-06 ઈસમો પકડી પાડેલ જેની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ઈકો કાર નં. GJ-03-CR-6380 કાલાવાડથી ચોરી કરેલાનું જણાવેલ અને તા.09-09-2021 ના રોજ ગારીયાધારથી ચોરી કરેલ ઈકો કાર લઈને જામનગર સોનીની દુકાનમાં ચોરી કરેલ હતી. ચોરી કર્યા બાદ ઈકો કાલાવાડ પાસે બિનવારસી મુકીને કાલાવાડથી ઉપરોક્ત ઈકોકારની ચોરી કરેલાનું જણાવેલ જે બાબતે સદરહુ પોકેટ કોપથી સર્ચ કરવામાં આવેલ અને આજરોજ ગારીયાધાર ખાતે ધાડ કરવાના ઈરાદે એકઠા થયેલ તે દરમ્યાન ગારીયાધાર પોલીસ દ્વારા આ ગેંગને ઝડપી પાડેલ હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા કેટલાક મુંજબના ગુના ડીટેકટ થયેલ છે.

-આરોપીના નામ 
-અર્જુન રાહુલ બંજારા રહે.ભાદરલાઉ ઇન્દીરાકોલોની તા.ભાદરલાઉ જી.આબુરોડ 
-ધરમસિંગ મંગલસિંગ બાવરી રહે.પરબરોડ ખોડીયારનગર ભેંસાણ જી.જુનાગઢ
-જગજીતસિંગ આચોલસિંગ દુઘાળી રહે.ક્રાંન્તીનગર, તા.અંબાજુગાઇ જી.બીડ  રાજય.મહારાષ્ટ્ર
-કરતારસિંગ ભારતસિંગ તેલપીથીયા રહે.રેલ્વેફાટક કવાટરની સામે, ખંભાત જી.આણંદ
-અર્જુનસિંગ બચ્ચનસિંગ ચિકલીગર હે.ગણેશનગર, સુરત
-ગુરૂસિંગ પોલાદસિંગ ચિખલીગર રહે.શાહુનગર પીંગલીરોડ પરભની રાજય.મહારાષ્ટ્ર

-આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ :-
-ઈક્કો કાર રજી.નં. GJ 03 CR 6380, કિ.રૂ.1,50,000 (કાલાવાડ પો.સ્ટે.) 
-ચાંદીની લક્કી (બ્રેસલેટ) નંગ-4, 22 ગ્રામ, કિ.રૂ.4000 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.‌)
-ચાંદીના  ચેઇન  નંગ-3, 10 ગ્રામ, કિ.રૂ.4000 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.‌)
-ચાંદીની મુર્તિ  નંગ-11,175 ગ્રામ, કિ.રૂ.19000 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.‌)
-ચાંદીના છતર નંગ-6, 70 ગ્રામ, કિ.રૂ.10,000 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.‌)
-ચાંદીની વિટી નંગ-41, 90 ગ્રામ, કિ.રૂ.8100 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.‌)
-ચાંદીના દિવેલીયા નંગ-3 22 ગ્રામ, કિ.રૂ.2100 (જામનગર જીલ્લાના સી ડીવીઝન પો.સ્ટે.‌)
-ચાંદીની લક્કિ જાડિ નંગ-1, 154 ગ્રામ, કિ.રૂ. 5000
-એક ચાંદીનો ચેઇન નંગ–1 54 ગ્રામ, કિ.રૂ. 4000

-આરોપીઓ પાસેથી મળી આવેલ ધાડ માટેની સાધનસામગ્રી 
-એક ગેસ કટર નંગ 01 કિ.રૂ.250 
-પેચયા નંગ 09 કિ.રૂ.100 
-લાકડાના હાથાવાળી છરી નંગ 03 કિ.રૂ.30 
-લાકડાના હાથાવાળી હથોડિ નંગ 01 કિ.રૂ.25 
-લોખંડની છીણી નંગ 03 કિ.રૂ.00 
-લોખંડનુ નાનુ કટર નંગ 1 કિ.રૂ.00 
-કાર લોક ખોલવા માટે કાતરથી બનાવેલ પ્લાસ્ટીકના હાથા વાળી પટ્ટી નંગ -3  કિ.રૂ.00 
-તાળા ખોલવાની લોખંડની પટ્ટી નંગ -2 કિ.રૂ.00-00   
-એલ્યુમીનીયમના સુયા નંગ 03 કિ.રૂ.00 
-પ્લાસ્ટીકના માસ્ક નંગ 01 કિ.રૂ.00 
-સફેદ કાપડના મોટા માસ્ક નંગ 01 કિ.રૂ.00 
-કાળા કાપડના મોટા માસ્ક નંગ 02 કિ.રૂ.00 
-હાથના મોજા જોડિ નંગ 01 કિ.રૂ.00 
-લોખંડનો પાઈપ નં.01 કિ.રૂ. 10