નગરના વિકાસની ધોરીનસ સમાન પ્રોજેક્ટને મંજુર કરતા મુખ્યમંત્રી

ફ્લાયઓવરની ગ્રાંટ મળતા પ્રોજેક્ટ પ્લાનીંગના નાયબ ઇજનેરની લાંબા સમયની અથાગ જહેમત થઇ સાર્થક

નગરના વિકાસની ધોરીનસ સમાન પ્રોજેક્ટને મંજુર કરતા મુખ્યમંત્રી
symbolic image

Mysamachar.in-જામનગર

લોકહિત માટે  વિકાસ યાત્રા અવિરત જારી રાખવાની   શીખ આપીને જામનગરમાં વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્તના પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગર મહાનગરને  એક મહત્વપૂર્ણ ભેટ આપતા જામનગરના સુભાષબ્રીજથી સાત રસ્તા પરના ઓવરબ્રીજ માટે 155 કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી મંજુર કરવાની જાહેરાત કરી હતી અને તેના કામો સત્વરે શરૂ કરીને નગરના વિકાસની ધોરી નસ સમાન આ  પ્રોજેક્ટથી જામનગર આધુનિક ભવ્ય અને વિકાસશીલ મહાનગર બનાવવા આહ્વાન કર્યું હતું આ પ્રોજેક્ટ અને તે માટેની ગ્રાંટ મંજુર થતા કોર્પોરેશનના કમિશ્નર પદાધિકારીઓ ધારાસભ્યો સહીત પ્રોજેક્ટ પ્લાનીંગ વિભાગના નાયબ ઇજનેર ભાવેશ જાની ની લાંબા સમયની અથાગ જહેમત સફળ થઇ છે,

કેમકે તેમના હસ્તક જામનગરને યાદગાર પ્રોજેક્ટ અપાયા છે તો ફ્લાય ઓવર નગરવાસીઓનુ સપનુ છે તે ખુબ ઉપયોગી છે, આ ફ્લાયઓવર અંગે પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના નાયબ ઈજનેર ભાવેશ જાનીએ માયસમાચાર સાથેની ટેલીફોનીક વાતચીતમાં વિશેષ વિગતો આ પ્રોજેક્ટની વર્ણવતા કહ્યું હતું કે અમારી શાખા દ્વારા ઉચ્ચઅધિકારીઓનું માર્ગદર્શન મળેવી બ્રીજની ડીઝાઇન તૈયાર કરાવવાથી માંડી ડીપીઆર અને તે મુજબ ટેકનીકલ ડેટા અને ફીઝીબીલીટી સહિતનુ એકલા હાથે રાત દિવસ એક કરી આયોજન કરતા અંતે મારી પણ મહેનત સકળ થઇ છે તેવું તેમને જણાવ્યું હતું અને ખુદ મુખ્યમંત્રીએ મંજુરી આપતા આ પ્રોજેક્ટ નું ગૌરવ વધી ગયુ છે.

સુભાષબ્રીજ થી સાત રસ્તા સુધી ફલાય ઓવર બ્રીજ  બનાવવા અમદાવાદના નિષ્ણાંત કન્સ્લ્ટન્ટ દ્વારા ડીપીઆર બનાવવામા આવ્યા બાદ કોર્પોરેશનની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના નાયબ ઈજનેર  ભાવેશ જાની ધ્વારા કન્સલ્ટન્ટના ટેકનીકલ સ્ટાફને સાથે રાખીને આ ફલાય ઓવર બ્રીજમાં આવતા મહત્વના 4 ટ્રાફિક જંકશન જેમ કે સાત રસ્તા સર્કલ, ગુરૂધ્વારા જંકશન, અંબર જંકશન તથા  નાગનાથ ગેઈટ જંકશન આ ચાર જંકશનોનો ટ્રાફિક સર્વેની કામગીરી કરવામાં આવી હતી તેમજ સમગ્ર રૂટ ઉપર ટોટલ સ્ટેશનથી સર્વે કરીને આ ફલાય ઓવર બ્રીજનું જનરલ એરેજમેન્ટ ડ્રોઈંગ તૈયાર કરવામાં આવ્યા બાદ  સોઈલ ટેસ્ટીંગની કામગીરી કરાવવામાં આવી તથા આ ફલાય ઓવર બ્રીજનો ફીઝીબીલીટી રીપોર્ટ કન્સલ્ટન્ટ પાસે અપૃવ કરી આ પ્રોજેકટના ડી.પી.આર.નુ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ  પ્રેઝન્ટેશન કરવામાં આવેલ તેમા જે મૌખિક ચર્ચા થઈ તે મુજબના સુધારા-વધારા જનરલ એરેન્જમેન્ટ ડ્રોઈંગ તથા ડી.પી.આર. તૈયાર કરી રાજય સરકારમા રજૂ ક2વામાં આવ્યો હતો. જે મુજબનો પ્રોજેકટ મુખ્યમંત્રીએ મંજુર કર્યો છે જેના કારણે નાયબ ઇજનેર ભાવેશ જાની જેવોને તાજેતરમાં જ માનસિક અયોગ્ય હોવાનો ડોળ ઉભો કરવામાં આવતો હતો તે પણ ખુલ્લો પડી ગયો છે. અને સત્ય સામે આવી ગયું છે.

-નગરના મહત્વ સાથે આ બ્રીજની ઉપયોગીતા અને વિશેષતા

જામનગર દરીયા કિનારે વસેલ સૌરાષ્ટ્રનું અગત્યનું ઔદ્યોગીક શહેર છે તેમજ વસ્તી લગભગ 7.50 લાખ છે. અને વિસ્તાર હાલે 128 ચો.કીમી છે ત્યારે ઇન્દિરા ગાંધી માર્ગ શહેરનો સૌથી વિકસીત તથા લાંબો આર્થિક ધોરી માર્ગ છે. સુભાષ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધી આ માર્ગ આશરે 3.75 કી.મી.ની લંબાઇ ધરાવે છે. તથા 30 મી.ની પહોળાઇ ધરાવે છે.સૌથી અગત્યતા કોમર્શીયલ સેન્ટરો, હોસ્પિટલ, ઓફિસ કમ્પલેક્ષ વગેરે આ રસ્તા પર આવેલા છે. આ રોડ તથા તેના ઉપર આવેલા જંકશનો જેવા કે અંબર સિનેમા સર્કલ, ગુરૂદ્વારા સર્કલ, નર્મદા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સવાર-સાંજના પીક અવર્સ દરમિયાન જોવા મળે છે માટે આ પ્રમાણે ફલાય ઓવર બ્રીજની રચના કરવાથી સુભાષ બ્રીજ બાજુથી પ્રવેશતા વાહનો દ્વારકા રોડ તથા જી.આઇ.ડી.સી. રોડ તરફ કોઇપણ અડચણ વગર, ઝડપથી અને સલામતી પૂર્વક આઇ.જી. રોડ ઉપર જઇ શકશે અને  ઇન્દિરા ગાંધી માર્ગ ઉપર આ તમામ જંકશનો પાર કરતો તેમજ સાત રસ્તા સર્કલ પાર કરતો ફલાય ઓવર બાંધવાની જરૂરીયાત ઉભી થઇ હતી માટે કોર્પોરેશન ના પ્રોજેક્ટ પ્લાનીંગ શાખા દ્વારા સમગ્ર મહેનત હાથ ધરાઇ હતી,

આ નવા બનનાર ફલાય ઓવર બ્રીજની કુલ લંબાઇ 3750 મીટર રહેશે હાલ હયાત રસ્તાની પહોળાઇ જે  ડી.પી. રોડ છે તેની પહોળાઇ  30 મીટરછે અને હૈયાત આસ્ફાલ્ટ કારપેટની પહોળાઇ 15 મીટર છે. તેમજ આ રસ્તાનું વાઇડનીંગ હવે થઇ શકે તેમ નથી આ બનનાર બ્રીજની કલીયર ઉંચાઇ નાગનાથ ગેઇટ જંકશન પાસે 4 મીટર તથા તે સિવાયના વિસ્તારમાં 5.30 મીટર રહેશે.ઇન્દિરા માર્ગ ઉપરના આ  પ્ફોર લેન ફલાય ઓવર બ્રીજની પહોળાઇ 15 મીટરની રહેશે. તથા બન્ને બાજુ એમ.એસ. ક્રેસ બેરીયર લગાવવામાં આવશે અંબર જંકશન પાસે પી.એન. માર્ગ પરથી આવતા ટ્રાફિકને ડાયરેકટ રાજકોટ જવા માટે ટુ-લેન 7.50 મીટર પહોળાઇનો એપ્રોચ આપવામાં આવશે જેથી રાજકોટ તરફ જવાના ટ્રાફિકને વાહન વ્યવહારમાં સરળતા રહે.

તેવીજ રીતે સાત રસ્તા સર્કલ પાસે ખંભાળિયા-દ્વારકાને જોડતા રસ્તા તરફ ટુ-લેન 7.50 મીટરપહોળાઇનો એપ્રોચ આપવામાં આવશે તેમજ ખંભાળિયા-દ્વારકા તરફથી આવતા ટ્રાફિકને રાજકોટ જવા માટે ડાયરેકટ ફલાય ઓવર બ્રીજમાં એન્ટ્રી મળી રહેશે જેથી ટ્રાફિક નિયમનમાં સરળતા રહેશે. તેમજ ઇન્દિરા માર્ગ જી.આઇ.ડી.સી.ને જોડતા રસ્તા તરફ 7.50 મીટર પહોળાઇનો ટુ-લેન એપ્રોચ આપવામાં આવશે આ ઉપરાંતફલાય ઓવર બ્રીજની બન્ને બાજુ 6 મીટરનો સર્વિસ રોડ તથા ફુટપાથ આપવામાં આવશે. સાત રસ્તાથી ગુરૂદ્વારા જંકશન સુધી રાજકોટ તરફથી આવતા વાહનો માટે થી લેન એપ્રોચ જાડા બિલ્ડીંગ પહેલા નીચે ઉતારવામાં આવશે એ રીતેનુ ખુબ બારીકાઇથી આયોજન કરવામાં આવ્યાનુ જાણવા મળે છે.