સોશ્યલ સાઈટ પર સંપર્ક કેળવી કરતા ચેટીંગ, આ રીતે યુવક પાસેથી 28 લાખ પડાવનાર ઝડપાયા 

તમે પણ ચેતજો ગમે તેની રીક્વેસ્ટ ના સ્વીકારતા 

સોશ્યલ સાઈટ પર સંપર્ક કેળવી કરતા ચેટીંગ, આ રીતે યુવક પાસેથી 28 લાખ પડાવનાર ઝડપાયા 

Mysamachar.in-ગોધરા:

છેલ્લા કેટલાય સમયથી સોશ્યલ મીડીયાના અલગ અલગ માધ્યમોથી છેતરપીંડીના કેટલાય કિસ્સાઓમાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે, એવામાં ગોધરાના એક વ્યક્તિને વિદેશથી કિમતી ગીફટ મોકલવાના બહાને લાખો રૂપીયાની છેતરપીડીના કિસ્સા બાદ હાલોલના એક વિમા એજન્ટે ફેસબુક પર એક મહિલાની ફેન્ડ રીકવેસ્ટ સ્વિકારીને ચેટીંગ કરીને વિશ્વાસમાં લઇને વિદેશથી મોંધી ગીફટ મોકલી છે. તેને છોડાવવા અલગ અલગ પ્રોસેસીંગ ફી ભરવાની છે. તેમ કહીને વિવિધ એકાઉન્ટમાં રૂા.28.45 લાખ જમા કરાવીને છેતરપિંડી કરતાં હાલોલના મોહસીનખાન પઠાણે ગોધરાના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસે ભોગબનનારના વોટસઅપ પર ચેટીંગ કરેલ નંબર તથા વિવિધ બેંક એકાઉન્ટ મેળવીને એનાલીસીસ  કરતાં છેતરપિંડી કરનાર ભેજાબાજો દિલ્લી તથા ગુરુગ્રામ (ગુડગાવ, હરીયાણા) ખાતે રહેતા હોવાનુ જાણવા મળ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસની ટીમે મુળ પશ્ચિમ બંગાળના દાર્જીલીંગ તથા બિહાર રાજ્યની બે મહીલાઓ સહીત ચારને દિલ્લી અને ગુરુગ્રામથી પકડીને ગોધરા ખાતે તપાસ અર્થે લાવામાં આવ્યા છે, ચાર ભેજાબાજોમાંથી બેને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે તેમના 5 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ દરમ્યાન પુછપરછમાં ભેજાબાજ ગેંગનો મુખ્ય સુત્રધાર કરન જનસાઠાકુરી નેપાળ ભાગી ગયો છે.જેથી તેને ઝડપી પાડવા પણ પોલીસ પ્રયાસો કરી રહી છે.