હાલારમા તળ ભરપુર...કુદરતે ૩૬ કલાકમા ચિત્ર પલટી નાંખ્યુ..
તળ સાથે લોકોની નિરાશા પણ ઘેરી બની હતી

Mysamachar.in-જામનગર:
ગત ચોમાસાના નબળા વરસાદને કારણે આમ તો ગત ફેબ્રુઆરીથી જ પાણીની હાલાકી શરૂ થઇ હતી, તેમાય તળ ડુકી જતા વધુ હાલાકી હતી,પરંતુ ૩૬ કલાકમા જ કુદરતી મહેરથી ચિત્ર પલટાયુ અને તમામ તળ સજીવન થઇ ગયા,એક તરફ પાણીની ખેંચ બીજી તરફ વાયુ વાવાઝોડા બાદ ખેંચાયેલા વરસાદી માહોલ એ લોકોમા આ વર્ષ નબળુ જશે તેવી ભીતી ઘર કરવા લાગી હતી, કેમ કે ડેમના તળિયા હતા.. અને તળ કોરા હતા, વળી ખેતી માટે વરસાદ બાદ બોર કુવા ઉપર જ આધાર હોય અને ૩૦% થી વધુ લોકો પાસે નળ જોડાણ ન હોય કે તેમા ઓછા પાણી આવતા તળ ઉપર જ આધારીત હતા,
-તળ સાથે લોકોની નિરાશા પણ ઘેરી બની હતી...
તળ ઉડા જતા કોઇ રીતે પાણી પુરતા ન મળતા લોકોની નિરાશા ઘેરી જ બનતી જતી હતી, જ્યા થોડા ઘણા પાણી આવતા તે પણ ભાંભરા હતા, એવામા કલ્પના બહાર જ શ્રાવણી સરવડાને બદલે ધોધમાર વરસાદે નદીનાળા ઘણાખરા ડેમ ચેકડેમ છલકાવતા અને ઠેર-ઠેર પાણી વહ્યા જે જમીનમા ઉતર્યા અને તળ સજીવન થઇ ગયા... આ વખતે લોકો એવુ કહેતા સાંભળવા મળતા હતા કે ભલે ઠેર ઠેર પાણી ભરાય પણ તળ તો સાજા થશે નહિ તો ડેમમા તો ગમે તેટલા પાણી આવશે ફેબ્રુઆરીથી તો હાલાકી થવાની છે, માત્ર તળ સજીવન હશે તો વર્ષ નીકળી જશે,
-જળસંચય જાગૃતિ પણ કામ કરી ગઇ...
સામાન્ય રીતે છુટાછવાયા જળસંચયના પ્રયાસો જોવા મળે તેના બદલે વહિવટી તંત્ર અને અમુક સંસ્થાઓના અનુરોધ પ્રત્યે ગંભીરતા દાખવી લોકોએ બોર કુવા રીચાર્જ કર્યા વરસાદી પાણીથી ભોંટાકા પણ ભર્યા. હજુય ચોમાસુ બાકી છે, અને તાજેતરમા પણ વરસાદની સંભાવના નકારાતી નથી, ત્યારે વરસાદી જળસંચય અને તેનાથી બોર કુવા રીચાર્જ કરવાની તક બાકિ હોય તેવા લોકોએ ગુમાવવા જેવી નથી તેમજ ખેડુતોએ તો ખાસ આ સંચય અભિયાન કરવુ જરૂરી છે.