Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટેની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 10માં આ વખતે કમળ પર પંજો ભારે પડશે તે વાત એટલા માટે નિશ્ચિત થઇ ચુકી છે કારણ કે આ વિસ્તારમાં ગત ટર્મમાં ભાજપમાંથી ચુટાયેલા કોર્પોરેટર મેયર હોવા છતાં પણ આ વિસ્તારમાં થવા જોઈતા પ્રાથમિક સુવિધાઓના કામો થયા ના હોવાનો કેટલાક વિસ્તારોમાં આજે પણ રોષ છે, આટલા વર્ષો સુધી લોકો ભાજપને ખોબલે ખોબલે મત આપતા હતા પણ આ વખતે વોર્ડ નંબર 10માં પુનરાવર્તન નહિ પણ પરિવર્તન જે સંસારનો નિયમ છે તે થશે તેવું જાણવા મળે છે.
કારણ કે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી આવશ્યક સુવિધાઓ પણ લોકોને અપાવવામાં ભાજપના આ વિસ્તારના કોર્પોરેટરોએ શું કર્યું તે સૌ જાણે છે, માટે આ વિસ્તારમાં પરિવર્તનનો પવન ફુકાઇ ચુક્યો છે અને લોકોએ કોંગ્રેસને ઉમેદવારોને વિજેતા બનાવવાનું નક્કી કરી લીધું હોય તેવા અણસાર જોવા મળે છે. કારણ કે કોંગ્રેસ દ્વારા પણ આ વિસ્તારમાં જ્ઞાતિગત બેલેન્સ જાળવી અને યુવા શિક્ષિત અને વિસ્તારના લોકોની સેવા અને સુવિધાઓ માટે દોડ્યા રાખે તેવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. તેથી લોકોનો ઝોક કોંગ્રેસ તરફી વળી ચુક્યો છે.
-કોંગ્રેસના ઉમેદવાર કરણ અરવિંદભાઇ ચૌહાણ (કિસન)
B.COM સુધીનો અભ્યાસ કરેલ શિક્ષિત તેમજ નિષ્ઠાવાન યુવા કાર્યકર જે સ્થાનીક વિસ્તાર સબંધીત પ્રશ્નોને વાચા આપવા માટે નાગરીકો તેમજ વિશાળ મીત્ર મંડળ સાથે ખંભે ખંભા મીલાવી તત્પરતા દાખવતા રહયા છે. કરણ ચૌહાણ વિસ્તાર માં વસતા પ્રત્યેક સમાજ સાથે સંકળાયેલા છે. કરણ ચૌહાણ ખવાસ જ્ઞાતિના પ્રમુખ તેમજ પૂર્વ કોપરેટર અરવિંદભાઈ મુળજીભાઇ ચૌહાણના પુત્ર છે. અને લોકસેવા જ તેમન પરિવારનો મંત્ર રહ્યો છે.અને આગામી સમયમાં પણ રહેશે..
-પિયુષ કિશોરભાઇ પરમાર
HSC સુધી નો અભ્યાસ કરેલ પિયુષ પરમાર છેલ્લા 7 વર્ષ થી રાજકીય તથા સામાજીક ક્ષેત્રે સેવા આપેલ છે. વિસ્તારને લગતા હોસ્પીટલ સહિતના કામો માટે હર હમેશા સેવાઓ આપવા માટે જાણીતા છે, તેવો છેલ્લા 26 વર્ષ થી વાર્ડ નં. 10 માં વસવાટ કરતા સ્થાનીક હોય હંમેશા વોર્ડનાં લોક પ્રશ્નોને વાંચા આપવા માટે અવાજ ઉઠાવી પ્રશ્નોનું નિરાકરણ કરાવતા રહે છે,
-શહેનાઝબેન ફિરોઝભાઇ ગજીયા
SSC સુધીનો અભ્યાસ કરેલ શહેનાઝબેન સામાજીક તેમજ શિક્ષણીક કાર્યમાં સતત કાર્યરત રહે છે, તેમના પતિ ફિરોઝભાઇ ઉમરભાઇ ગજીયા જે વાઘેર સમાજ માં ઉપપ્રમુખ તરીકે ઘણા સમયથી કાર્યરત હોઇતેમજ તમામ સમાજ સાથે સંકળાયેલ હોઇ અન્ય સમાજો સાથે પણ ઘરોબો ધરાવે છે.
-જાગૃતીબેન બાબુભાઇ જાદવ(એડવોકેટ)
B.COM L.L.B. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલા એડવોકેટ કોળી સમાજના મહીલા પ્રમુખ છેલ્લા 7 વર્ષ થી રાજકીય તથા સામાજીક ક્ષેત્રે સેવા આપેલ છે.તો વકીલ મંડળમાં સેક્રેટરી તરીકે 5 વર્ષ થી ફરજ બજાવેલ છે. 10 વર્ષ થી વોર્ડ નં 10 માં સંકળાયેલ છે. સ્થાનીક ઉમેદવાર છીએ.લોકોના પાયાના પ્રશ્નો જયારે લાઇટ, પાણી, ગટર, અને હોસ્પીટલની સેવા 10 વર્ષ થી કાર્ય કરેલ છે. કોળી સમાજ તથા કડીયા સમાજ તથા અન્ય સમાજ જે કોઈને જી.જી. હોસ્પીટલમાં મદદની જરૂર હોય તેના માટે તેવો વર્ષોથી હોસ્પિટલને લગત સેવામાં પણ અગ્રેસર છે.
-તાજેતરમાં યોજાયેલી કોંગી નેતા અર્જુનભાઈ મોઢવાડિયાની સભાએ ભાજપના હોંશ ઉડાવી દીધા…
તાજેતરમાં જ આ વિસ્તારમાં આવેલ ધનબાઇ ડેલા નજીક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાની આ ચારેય ઉમેદવારોના પ્રચાર માટે જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાજ્ય અને મનપામાં શાશન હોવા છતાં આ વિસ્તારની હાલત વિષે લોકોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરી અને કોંગ્રેસના ચારેય ઉમેદવારોને વિજેતા બનાવી અને આ વિસ્તારની કાયાપલટ થાય તે માટે અનુરોધ કર્યો હતો, ત્યારે આ સભામા મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ અર્જુનભાઈની વાત ને સમર્થન આપતા આ વખતે પરિવર્તન કરવાની નેમને ઝીલી લીધી હતી.
-જો વોર્ડ નંબર 10 માં કોંગ્રેસની પેનલ આવે તો શું કરશે…
વિસ્તાર/વોર્ડમાં : આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરશું.
વિસ્તાર/વોર્ડમા : નિશુલ્ક યોગ કેન્દ્ર કાર્યરત કરશું.
વિસ્તાર/વોર્ડમાં : સફાઇ સમયસરને વ્યવસ્થીત થાય તે માટે ચુસ્ત અમલીકરણ તેમજ અમુક વિસ્તારમાં દિવસમાં 2 વાર સહાઇ કરાવીશું
વિસ્તાર/વોર્ડમાં : ગરીબો/ સમાન્યને મધ્યમ વર્ગના બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કુલો વિસ્તાર ઉભી થાય તે માટેની રજુઆત ….. કાર્યવાહી કરશું.
વિસ્તાર/વોર્ડમાં : આરોગ્ય આંગવાડી તેમજ ઇન્ડોર ગેમની સુવિધા ઉભી કરવા કાર્યવાહી કરશું.
વિસ્તાર/વોર્ડમાં : જરૂરીયાત મુજબ રોડ રસ્તા શેરી ચોકમાં લાઇટની સુવિધા
વિસ્તાર/વોર્ડમાં : નીયમીત અલગ અલગ દિવસોમાં વિસ્તાર/વોર્ડ ના પ્રશ્નોને રજુઆત સાંભળે તેવી સુવિધા ઉભી કરાશે.
વિસ્તાર/વોર્ડમાં : દૈનીક પાણી વિતરણ વ્યવસ્થા ઉભી કરવા સતત પ્રયત્નશીલ રહેશું.
વિસ્તાર/વોર્ડમાં : ખુલ્લી ગટરો જોખમી નાલાઓ કાયમી પ્રશ્નો હલ કરવા પ્રયત્નશીલ રહેશું.
વિસ્તાર/વોર્ડમાં : શું આ વોર્ડ વંશવાદ ને લખી આપેલ છે.!
વિસ્તાર/વોર્ડમાં : પાયાના પ્રશ્નોને અગ્રતા આપશું.
વિસ્તાર/વોર્ડમાં : રખડતા રઝડતા ને માલીકી ના ઢોરનો રોડ રસ્તા તથા ચોકમાં ઢોરોનો ત્રાસ દૂર કરવા ને અમલીકરણ
આમ ના માત્ર વિકાસ વિકાસના બણગાંઓ પરંતુ નક્કર આયોજનોના મુદ્દાઓ સાથે વોર્ડ નંબર 10 ની કોંગ્રેસની પેનલ ચુંટણી પ્રચારની પુર્ણાહુતી તરફ આગળ વધી રહી છે અને તેમાં હવે કોઈ શંકા નથી કે આ વિસ્તારમાં પરિવર્તનનો પવન ફૂંકાશે અને પંજો એવો ફરી વળશે કે સામાપક્ષોના હોંશ ઉડી જશે.