ઝડપી ઔદ્યોગિકીકરણ સાથે કોર્પોરેટ  સામાજિક જવાબદારીથી કચ્છના જીવનધોરણમાં પરિવર્તન 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છની કંપનીઓ દ્વારા CSR પ્રવૃત્તિઓનો સુંદર ચિતાર આપતા પુસ્તકનું અનાવરણ કર્યું

ઝડપી ઔદ્યોગિકીકરણ સાથે કોર્પોરેટ  સામાજિક જવાબદારીથી કચ્છના જીવનધોરણમાં પરિવર્તન 

Mysamachar.in-કચ્છ

ગુજરાતનો રણ પ્રદેશ કચ્છ,એટલે સૈકાઓથી પડકારનો પર્યાય માનવામાં આવતો હતો. એમાંય  2001ના વિનાશક ભૂકંપે ભારતના આ સૌથી વિશાળ જિલ્લાને જાણે સપાટ ભૂમિમાં પરિવર્તિત કરી દીધો હતો. જોકે એ સ્થિતિ કચ્છના મનોબળને તોડી ન શકીઅને આજે એ એક સમૃદ્ધ ઔદ્યોગિક હબમાં પરિવર્તિત થયો છે. કચ્છમાં રૂ. 1.5લાખ કરોડનું રોકાણ આકર્ષિત થયું છે. ચાર લાખથી વધુ લોકો માટે ત્યાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. આ સાથે જ ઔદ્યોગિકીકરણની ઝડપી ગતિ સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ની ગતિ સાથે સમકક્ષ મેળ ખાતી હોય છે જે દરેક ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા ખંતપૂર્વક ચલાવવામાં આવી છે.

કંપની બિલ 2013 ની રજૂઆતથી ભારત નિર્દિષ્ટ કંપનીઓ માટે ફરજિયાતપણે CSR લેનાર પ્રથમ દેશ બન્યો. સરકારનો કંપની અધિનિયમમાં આ સુધારાથી, હકીકતમાં, કચ્છના ઉદ્યોગોને તેમની CSR પ્રવૃત્તિઓને આગળ વધારવા વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.પાણીથી અછતગ્રસ્ત પ્રદેશ હોવાને કારણે, કચ્છમાં કંપનીઓએ વારંવાર દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી યોજનાઓ ઘડી અને અમલમાં મૂકી. સૌથી અગત્યનું, તમામ યોજનાઓ તેમની માનવતાવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા UNDP ના 17 SDG (ટકાઉ વિકાસ લક્ષ્યો) સાથે સંરેખિત કરવામાં આવી હતી. આ લક્ષ્ય આખરે પર્યાવરણીય ક્રિયાઓ દ્વારા આપણી ધરતી માતાનું રક્ષણ કરતી વખતે ગરીબીનો અંત લાવવાનો હેતુ ધરાવે છે.

સંખ્યાબંધ CSR પ્રોજેક્ટ્સે શાળાઓનું નિર્માણ કરી, ક્લિનિક્સના વિકાસથી દ્વારા સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય, તેમની રોજગાર ક્ષમતામાં વધારો કરવા માળખાગત કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ઘડી ગરીબોના શિક્ષણ માટે યોગ્ય સુવિધાઓ સાથે સુદ્રઢ સામાજિક માળખાના નિર્માણમાં સહાયક ભૂમિકા અદા કરી.સૌથી અગત્યની વાત એ છે કે, દુષ્કાળગ્રસ્ત પ્રદેશ હોવાથી , પ્રવૃત્તિઓના મુખ્ય ક્ષેત્રોમાંનું એક પાણી અને ઘાસચારાની સુરક્ષા સુનિશ્ચિત કરતું હતું. કચ્છમાં પશુધનની વસ્તી લગભગ મનુષ્ય બરાબરની જ છે, જેના કારણે કંપનીઓએ પશુપાલનનો વ્યવસાય ટકાવીરહે એ દિશામાં સ્થાનિકોને મદદ માટે પણ ધ્યાન કેન્દ્રીત કર્યું.

કંપનીઓએ પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો સુનિશ્ચિત કરવા, આખું વર્ષ લીલોછમ ચારો બનાવવા હાઇડ્રોપોનિક મશીનો દાનમાં આપવા અને ઘાસ ઉગાડવા ગામડાના પ્લોટ વિકસાવવા ઉદારતાથી દાન આપ્યું છે.સ્થાનિક સંશોધનો અને સામર્થ્યને બળવત્તર બનાવી કેવી રીતે આત્મનિર્ભર બની શકાય તે પણ પડકારરૂપ હતું. આ શુષ્ક પ્રદેશમાં એક સમયે કલ્પના પણ ન કરી શકાતી ખેતી, કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે નર્મદાના પાણી અને CSR પ્રવૃતિઓ અને ટપક સિંચાઈ, કીટનું દાન અને બોરવેલના રિચાર્જિંગ જેવા પગલાં થકીપાકની ઉપજ અને ગુણવત્તામાં સુધારો કરી ખેડૂતોની આવકમાં વધારો થાય એ માટે નર્મદાના નીર આભારી છે.

કચ્છનો બીજો મહત્વનો સમુદાય માછીમાર છે. તેમને વૈકલ્પિક આજીવિકા આપવસીવીડ કલ્ચર પ્રોજેક્ટ માટે ભંડોળ આપવામાં આવ્યું હતું.  જેનું દેશમાં જ નહીં વિદેશમાં પણ જબરદસ્ત બજાર છે.કચ્છ તેની હસ્તકલા માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. કચ્છની 22 જેટલી હસ્તકલાને તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા ધ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર (LLDC), શ્રુજન, ભુજ નજીક હીરાલક્ષ્મી મેમોરિયલ ક્રાફ્ટ પાર્ક દ્વારા એક મોટું પ્લેટફોર્મ મળ્યું. આ પ્લેટફોર્મથી ખાસ કરીને મહિલાઓને તેમના કુટુંબની આવકમાં વધારો કરવામાં મદદ મળી.લોકોના સામાજિક-આર્થિક ઉત્થાનમાં કચ્છની આ કંપનીઓની દ્રઢતા એક સુંદર કોફી ટેબલ બુકમાં સમાયેલી છે. સ્થાનિક સમાજના જીવનમાં નોંધપાત્ર સુધારાનો પરિચય આપતા આ પુસ્તકનું અનાવરણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું. આ કોફી ટેબલ બુક કચ્છના ઉદ્યોગોની વર્ષોની સીએસઆર પ્રતિબદ્ધતાના પરિણામોની સુંદર ઝલક દર્શાવે છે.