જામનગર મનપાના પદાધિકારીઓની ચેમ્બર અને વાહનો પરત

આજથી મનપામાં વહીવટદાર શાશન

જામનગર મનપાના પદાધિકારીઓની ચેમ્બર અને વાહનો પરત

Mysamachar.in-જામનગર

જામનગર મહાપાલિકાની પ્રવર્તમાન બોડીની મુદ્ત 13 ડિસેમ્બરે પૂર્ણ થઇ છે. આ સાથે જ મહાપાલિકાના વહીવટ મ્યુ. કમિશનર સતીશ પટેલે સંભાળી લીધો છે. ચૂંટાયેલા કોર્પોરેટર અને પદાધિકારીઓની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં નિયમ મુજબ તેમને હોદ્દાની રુએ મળતી સુવિધાઓ પરત કરવાની હોય જેમાં જામ્યુકોના મેયર, ડે.મેયર, સ્ટે. ચેરમેન, વિપક્ષના નેતા વગેરેએ આજે તેમણે પોતાને મળેલી કાર વિધિવત્ રીતે જમા કરાવી દીધી છે. આમ અત્યારસુધી એસી કારમાં ફરતા પદાધિકારીઓને હવે પોતાના વાહનોનો વપરાશ કરવો પડશે આ તમામ વાહનો અને ચેમ્બર પરત લેવાયા હોવાનું ડેપ્યુટી કમિશ્નર વસ્તાનીએ જણાવ્યું હતું.