Mysamachar.in-જામનગર
જામનગરના અંબર ટોકીઝ રોડ પર નિયો સ્ક્વેરમાં આવેલ વિલિયમ ઝોન્સ પિત્ઝામાં ત્યાં કામ કરતા બે વેઈટરોએ ચોરી કર્યાની શંકા દર્શાવી માલિક દ્વારા સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ફરિયાદમાં ફરિયાદી નીલેશ વારીયાએ મૂળ બિહારના અહી વેઈટર તરીકે કામ કરતા સુમિત મંડલ અને અરવિંદ મંડલ પર શંકા દર્શાવી અને રેસ્ટોરન્ટમાં કેશ કાઉન્ટરનું ખાનું તોડી અને 3 લાખ ઉપરાંતની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ પરથી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, તો ઘટનાના સીસીટીવી પણ કેદ થયા છે.