Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના શરુ સેક્શન રોડ પર બેફામ કાર ચલાવતો કારચાલક કેવી પુરપાટઝડપે કાર હંકારીને કોઈનો જીવ જોખમમાં મૂકી શકે તે આજની કાર ઘરમાં ઘુસી જવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે, ખરેખર તો પોલીસે આ કારચાલક સામે પુરપાટ ઝડપે કાર હંકારવા અંગે કાર્યવાહી કરવી જોઈએ તેની પાસે લાયસન્સ વગેરે હતા કે કેમ.? તેની પણ તપાસ કરવી જોઈએ…કારણ કે આજે તો સદનસીબે કોઈ જાનહાની નથી થઇ પણ આ કારચાલક જો ભવિષ્યમાં આ રીતે જ કાર હંકારશે તો કોઈનો જીવ જઈ શકે તેવી શંકા પણ અસ્થાને નથી,ત્યારે પોલીસ આ મામલે આગળ આવીને શું કાર્યવાહી કરે છે તે જોવાનું છે.