Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ કોઈ નવી વાત નથી, એવામાં રસ્તે રઝળતા પશુના ત્રાસનો હચમચાવી નાખે તેવો CCTV વિડીયો સામે આવ્યો છે, શહેરના રણજીતરોડ નજીક આવેલ એક શેરીમાં એક મહિલાને ખૂટીયાએ અડફેટ લીધી અડફેટ લેતા મહિલા ગંભીર ઈજાગ્રસ્ત બની છે, અને વિડીયોમાં જોવા મળે છે તેમ આસપાસના કેટલાય સ્થાનિકો દોડી આવ્યા અને મહિલાને માંડ બચાવી હાલ મહિલા સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.