100 જગ્યાના CCTV ફૂટેજ, 800 મોબાઇલ નંબર ચેક કરતા કરતા પોલીસ આંગડીયા પેઢીના લુટારાઓ સુધી પહોચી 

દરેકને ભાગ રૂ. 15.70 લાખ ભાગમાં આવ્યા હતા.

100 જગ્યાના CCTV ફૂટેજ, 800 મોબાઇલ નંબર ચેક કરતા કરતા પોલીસ આંગડીયા પેઢીના લુટારાઓ સુધી પહોચી 

Mysamachar.in-સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાં બેસ્ટ આંગડિયા પેઢીના માલિકની આંખમાં મરચાંની ભૂકી નાખીને રૂ. 79.67 લાખની લૂંટ કરવાના ચકચારી ગુનાનો એલસીબી ટીમે ભારે જહેમત ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીને પકડી લેવાયા છે આરોપીઓ પાસેથી કુલ રૂ. 44.03 લાખથી વધુની રોકડ સાથે રૂ. 44.76 લાખનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.આ ઘટનામાં પોલીસ પાસે કોઈ મહત્ત્વની કડી નહોતી પરંતુ ફરિયાદીએ કહ્યું હતું કે આંખમાં ભૂકી નાખ્યા બાદ મેં પ્રતિકાર કર્યો ત્યારે ‘અય થેલો મૂકી દે નહીંતર ભડાકે દઈશ’ તેવું બોલવાની સ્ટાઇલ અને કૅમેરામાં કેદ થયેલા મુખ્ય આરોપીના બાઇક ઉપર લગાવેલી સ્ટીલની ડિકીના સહારે જ એલસીબીએ જીવ સટોસટની બાજી લગાવીને મુખ્ય આરોપીને સાળંગપુર મંદિરના દરવાજા પાસેથી પકડી લીધો હતો.

પોલીસે આરોપીઓમાં લુંટની યોજના ઘડનાર લખુ પૂજભાઈ ઊર્ફે આપા ખાચર  ભાગતા ફરતા હોઈ લૂંટની યોજના ઘડી હતી.રસ્તામાં ઊભા રહીને ઇશારાથી આંગડિયા કર્મીને બતાવ્યો તે ચાપરાજ બાબભાઈ ખવડ આંગડિયા કર્મીની આખમાં મરચાંની ભૂકી નાખનાર આબા પાચાભાઈ ડાભી રેકી કરીને પૈસા લઈને નીકળનારા આંગડિયાની ફોનથી ખબર આપી. લાલદાસ ઉર્ફે લાલા મારાજ રવિદાસ મેસવાણિયાને પોલીસે ઝડપી પાડ્યા છે,

આરોપીઓએ લૂંટ કરીને જલારામ મંદિર પાસેના રસ્તાથી સર્કિટ હાઉસ થઈને કાળાસર પહોંચ્યા હતા. જ્યાં હિંગળાજ માતાના મંદિર પાસેના ડુંગર પર બેસીને પહેલાં પૈસા ગણ્યા હતા. બાદમાં 5 સરખા ભાગ કર્યા હતા, જેમાં દરેકને ભાગ રૂ. 15.70 લાખ ભાગમાં આવ્યા હતા. ભાગ પાડીને તમામ પોતાની રીતે અલગ થઈ ગયા હતા.આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં અમુક ટીમ ફિલ્ડમાં ફરતી હતી પરંતુ એક ટીમ એવી હતી કે જેમણે બનાવના સ્થળથી લઈને જુદી જુદી 100થી વધુ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને 800થી વધુ મોબાઇલ નંબર ચેક કરવા માટે દિવસના 12 કલાક સુધી અથાગ મહેનત કરી અને આ ચકચારી લુંટના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે.