Mysamachar.in-જામનગર
જામનગર શહેર વિસ્તારમાં એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના અરજણ કોડીયાતર, હિતેષ ચાવડા, ચંદ્રસિંહ જાડેજાને બાતમી હક્કિત મળેલ કે ગોકુલનગર શાયોના શેરીમાં રહેતા ભીમશી મારખીભાઇ ગોજીયા તથા રામ દેશુરભાઇ ગોજીયા પોતાના રહેણાંક મકાનની ઓરડીઓમાં ઢોર ગાય ભેંસને વધુ દુધ આપવા માટે સફેદ પ્રવાહીમાં કેમીકલનો ઇન્જેકશનમાં ઉપયોગ કરી ઢોરની તંદુરસ્તી માટે નુકશાનકારક પદાર્થનું ગેર કાયદેસર ઉત્પાદન કરી તેમજ વેચાણ કરતા હોય સ્થળ પર રેઇડ કરતા…
ઇન્જેકશન બનાવાના સાધનો તથા પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકની બોટલો (ઇન્જેકશનો) નંગ-15,436 તથા ઇન્જેકશન બનાવવા માટેના કેમીકલના નાના મોટા પાઉચ કુલ-48 તથા એસીડના કેરબા નંગ-11 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.6,24,060/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી સીટી “સી” ડીવી. પોલીસ સ્ટેશનમાં પ્રાણી(ઢોર) કુરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરાવી આગળનીતપાસ શરૂ કરવામાં આવેલ છે. આરોપી ભીમશી મારખીભાઇ ગોજીયા ગોકુલનગર શાયોના શેરી વાળી શેરી જામનગરને ઝડપી પાડવામાં આવ્યો છે, જયારે ફરારી રામ દેશૂરભાઇ ગોજીયા રહે- ગોકુલનગર શાયોના શેરી વાળી શેરીને ઝડપી પાડવા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.