“હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ”..કહી પકડ્યું બાવળું...

દ્વારકાની ઘટના...

“હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ”..કહી પકડ્યું બાવળું...
Symbolic Image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કર્મ, સગીરાઓના અપહરણ, છેડતીની ઘટનાઓમા ઉતરોતર વધારો થવા લાગ્યો છે, તેવામાં વધુ એક ઘટના દ્વારકા જીલ્લાના કલ્યાણપુર ગામે સામે આવી છે, જ્યાં ગામમાં વસવાટ કરતી એક ૨૫ વર્ષીય યુવતીના ઘરમાં ઘુસી જઈને વેજો જીવનભાઈ ચાનપા નામના શખ્સે યુવતીને કહેલ કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ.. આમ કહી બાવળું પકડી લઈએ નિર્લજ્જ હુમલો કર્યા બાદ યુવતીને સાથે આવવા દબાણ કર્યાની પોલીસ ફરિયાદ યુવતી દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઈ છે.