હાપા કારખાનામાં શ્રાવણીયો જુગાર રમતા ૯ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા..

પંચકોશી એ ડીવીઝનની કાર્યવાહી

હાપા કારખાનામાં શ્રાવણીયો જુગાર રમતા ૯ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા..

Mysamachar.in-જામનગર:

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ઠેર-ઠેર શ્રાવણીયા જુગારની રમતો મંડાશે..,,કોઈ જીતશે કોઈ હારી જશે...તો કોઈ પોલીસના હાથમાં આવી જશે... આવા જ એક જુગારધામ પર પંચકોશી એ ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો છે,જે રીતે પોલીસમાં થી વિગતો પ્રાપ્ત થઇ રહી છે તે મુજબ ગુલાબનગર સત્યસાઈનગર ખાતે રહેતા જગદીશ કીરીટભાઇ ખેતાણી હાપા ઉદ્યોગ વિસ્તારમાં નીશાન કાર વર્કશોપની પાછળ આવેલ પોતે ભાડે રાખેલ પોતાના કબ્જા ભોગવટાના પેવર બ્લોકના કારખાનામાં બહારથી માણસો ભેગા કરી પોતાના અંગત ફાયદા માટે નાલ કાઢી તીન પત્તી રોન પોલીસ નામનો ગંજી પતાના પાનાં પૈસા વડે જુગાર રમી રમાડી  જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ૯ શખ્સોને રોકડા ૨૬૦૦૦, ૮ મોબાઈલ, ૪ મોટરસાયકલ, મળી કુલ રૂપિયા ૨.૨૧.૩૭૦ ના મુદામાલ સાથે પંચકોષી ‘એ’ ડીવી. પો. સ્ટેશન ના પીએસઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફના યશપાલસિંહ  જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, મગનભાઇ ચંદ્રપાલ તથા જીગ્નેશભાઈ વાળા એ ઝડપી પાડ્યા છે,જે ઝડપાયા છે તેની નામાવલી નીચે મુજબની છે,

-જગદીશભાઇ કીરીટભાઈ  ખેતાણી, રહે. ગુલાબનગર સત્યસાઈનગર બ્લોક ન. ૨૨૧. જામનગર

-રઘુવીર હમીરભાઈ લાંબા. રહે. પંચવટી ગૌશાળા કચ્છી ભાનુશાળી બોડિંગ સામે, 

-રોહિત ભરતભાઇ જેઠવા. રહે, સ્વામીનારાયણ નગર શેરી ન. ૫, ગરબીચોક, 

-ઈસ્માઈલ મામદભાઈ પીઠરીયા, રહે. કીશાન ચોક, ચુનાનો ભટ્ઠો 

-તારમામદ અલ્લારખાભાઈ ડોસાણી, રહે. લંઘાવાડનો ઢાળિયો 

-આસીફભાઈ અબ્દુલભાઈ આમરોણીયા, રહે. ગુલાબનગર તાજ પાન વાળી શેરી 

-ઇરફાન જુમાભાઇ કાયાણી, રહે. ગુલાબનગર રાધે ક્રિષ્ના પાર્ક 

-વિજયસિંહ રણજીતસિંહ ઝાલા, રહે. સ્વામીનારાયણ નગર શેરી ન. ૧, 

-આસીફભાઈ કરીમભાઈ બેલીમ, રહે. જૂના રેલ્વે સ્ટેશન પાસે, ભીમવાસ-૩