વોટ્સએપ પર રમાતો હાઈટેક વરલી મટકાનો જુગાર ઝડપાયો

જાણો ક્યાં પોલીસે પાડી રેઇડ

વોટ્સએપ પર રમાતો હાઈટેક વરલી મટકાનો જુગાર ઝડપાયો
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-વલસાડ:

ગુજરાતમાં વરલી મટકાનું દૂષણ છેલ્લા ઘણા સમયથી ચાલતું હોય અગાઉ કાગળ ઉપર આંકડા લખીને રમાતો હતો,પરંતુ પોલીસે વારંવાર વરલી મટકામાં જુગાર પર દરોડા પાડીને આ જુગાર બંધ કરાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.જેની સામે વરલીના જુગાર રમાડતા તત્વો પોલીસની આંખમાં ધૂળ નાખવા નવો કીમિયો અજમાવવા જતાં  છતા વરલી મટકાના જુગારના આધુનિક કીમિયાને પણ પોલીસે ઝડપી લેતા ચકચાર જાગી છે,

મળતી વિગત મુજબ વલસાડ સ્ટેડિયમ રોડ ઉપર આવેલી કોલ્ડ્રીંક્સની દુકાનમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી બે ઈસમોને ઝડપી લીધા હતાં.બાદમાં પોલીસે તેના ફોન ચેક કરતાં વોટસએપ પર આંકડા મોકલી આધુનિક ઢબે કોઈને ખબર ન પડે તે રીતે વરલીનો જુગાર રમતા હોવાનો પોલીસ કાર્યવાહીમાં ખુલાસો થયો હતો,

વોટસએપ પર વરલી મટકા રમનારા અન્ય 4ને ઝડપી લેવામાં આવ્યાં હતાં.પોલીસે છ આરોપીઓ પાસેથી રોકડ 57 હજાર સહિત 48 હજારના મોબાઈલને કબ્જે કરવામાં આવ્યા છે,

હાઈટેક રીતે વલસાડમાં રમાતો જુગાર પોલીસે ઝડપીને આરોપીઓની પુછપરછ કરતા મહેસાણાના એક શખ્સની દોરવણી હેઠળ જુગાર રમી વરલી મટકાનું મોબાઈલ ફોનના વોટસએપ ગ્રુપ પર કટીંગ લઈને જુગાર રમતા પોલીસે મહેસાણાના આ શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.