ઝડપાઈ એક એવી ગેંગ જે તમારી નજર ચુકે અને ચોરીને સેકન્ડમાં અંજામ આપી દે..

દ્વારકા LCBએ 20 ચોરીનો ભેદ ઉકેલ્યો

ઝડપાઈ એક એવી ગેંગ જે તમારી નજર ચુકે અને ચોરીને સેકન્ડમાં અંજામ આપી દે..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

થોડા દિવસો પૂર્વે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વેપારીની નજર ચૂકવીને મહિલાઓની ટોળકીએ 50 હજાર રોકડની ચોરી કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી, જે બાદ દ્વારકા એલસીબી ટીમ દ્વારા પી.આઈ.જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળની ટીમો જો આ ગેંગ વધુ ગુન્હાઓને અંજામ આપે તે પૂર્વે ઝડપી પાડવા સક્રિય હતી અને દરમિયાન દ્વારકા એલસીબીને એક આંતર જિલ્લા તસ્કર ટોળકીને પકડી પાડવામાં સફળતા મળી છે. એલસીબીએ 6 શખ્સોની વેડવા દેવીપૂજક ગેંગને પકડી પાડી તેની પાસેથી રૂા.1.21 લાખનો ચોરીનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે તેમની સઘન પૂછપરછ દરમ્યાન રાજ્યવ્યાપી અન્ય 20 ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી કઈક એવી હતી કે તે જ્યાં પણ જાય વેપારીઓની નજર ચૂકવી અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરીને અંજામ આપતી હતી,

દ્વારકા એસપી સુનિલ જોશીના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.એમ.ચાવડાની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકથી સતિષ ઇલાશ સીંદે, ઝફાન ઉર્ફે જગત ઉસ્વાસ પરમાર, સુનીલાબેન ઝફાન પરમાર, રેખાબેન સતિષ સીંદે, સુનિતાબેન ઝફાન પરમાર તથા નિર્મલાબેન ઉર્ફે શશીકલા ઇલાશ સીંદે નામના 6 સ્ત્રી પુરૂષોને પકડી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી પોલીસને રૂા.68,000 રોકડા પાંચ નંગ મોબાઇલ, ચાંદીના દાગીના, પેનડ્રાઇવ, મેમરીકાર્ડ વગેરે મળી કુલ રૂા.1 લાખ 21 હજાર 600નો માલસામાન મળી આવ્યો હતો. આ અંગે પુછપરછ કરતા તે ચોરીનો મુદ્દામાલ હોવાનું બહાર આવતા પોલીસે તમામની અટકાયત કરી સઘન પૂછપરછમાં આ ગેંગે ના માત્ર દેવભૂમિ દ્વારકા જીલ્લો પણ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કેટલાયને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે,

ટોળકીએ ના માત્ર દેવભૂમિ દ્વારકા, પરંતુ રાજ્યના અન્ય જીલ્લાઓ જેવા કે  જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ધોરાજી, ગોંડલ, જેતપુર, મોરબી, જામનગર, વાપી, વડોદરા, સુરત, રાજપીપળા વગેરે સ્થાનોએ કુલ 20 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. આ ટોળકી ભીક્ષાવૃતિના ઓઠા હેઠળ દુકાન, રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશનોમાં ભીડભાડનો લાભ લઇ વેપારીની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરી પલાયન થઇ જતા હતા.જો કે દ્વારકા જીલ્લામાં વધુ ગુન્હાઓને અંજામ આપવામાં આવે તે પૂર્વે જ ગેંગ એલસીબીને હાથ લાગી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે,

આ કાર્યવાહી એલ.સી.બી.ના PI જે એમ ચાવડા અને ખંભાળિયા પો સ્ટે. ના PI જી.આર.ગઢવી નાઓના માર્ગદર્શન મુજબ PSI વી.એમ.ઝાલા ASI અરવિંદભાઈ નકુમ, બીપીનભાઈ જોગલ, રમાંશીભાઈ ભોચીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, કેશુરભાઈ ભાટિયા, ધર્મેન્દ્ર્સીહ ચુડાસમા અને નરશીભાઈ સોનગરા HC મસરીભાઈ ભારવાડિયા, ભારતભાઈ ચાવડા, અરજણનહી મારું, જેસલસીહ જાડેજા, બોધાભાઈ કેશરીયા ધ્વારા કરવામાં આવેલ છે.