દુબઈ થી અમદાવાદ એરપોર્ટ  સુધી પહોંચેલ ૨૪ કિલો સોનું ઝડપાયું..

૧ ની અટકાયત..

દુબઈ થી અમદાવાદ એરપોર્ટ  સુધી પહોંચેલ ૨૪ કિલો સોનું ઝડપાયું..

Mysamachar.in-અમદાવાદ:

થોડા દિવસો પૂર્વેજ અમદાવાદ એરપોર્ટ પરથી ATS અને કસ્ટમ વિભાગે મુંબઈના ૩ શખ્સોને પેન્ટના ખિસ્સામાં અને બૂટમાં છુપાવેલ ૪ કિલો સોનાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા,ત્યા જ વધુ એક વખત અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ ૭ કિલો સોનાનાં જથ્થા સાથે ઝડપાયો છે.

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી કરોડોની કિંમતનું ૨૪ કિલો સોનું ઝડપાયું છે.આ સોનું એરપોર્ટની બહાર લાવવા માટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફની મદદ લેવામાં આવી હતી.આજે સવારે આવેલી દુબઇની ફલાઇટમાં એક પેસેન્જર આવ્યો હતો.જેની પાસે કાર્ગોની ટ્રોલી હતી,ત્યાં એરકાર્ગોનું કામ કરતા એક શખ્સને તેણે બોક્સ આપ્યું હતું,આ બોક્સમાં ૨૪ કિલો સોનું છુપાવવામાં આવ્યું હતું.

કસ્ટમના અધિકારીઓએ એરકાર્ગોનું કામ કરતા વ્યક્તિને અટકાવ્યો હતો અને તેની સઘન પૂછપરછ કરી હતી.બાદમાં જીગ્નેશ નામના શખ્સને કસ્ટમનાં અધિકારીઓએ સોના સાથે ઝડપી લીધો હતો અને તેની અટકાયત કરવામાં આવી હતી.કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા મુસાફર અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી.૨૪ કિલો સોનાની કિંમત બજારમાં લગભગ ૭ કરોડ રૂપિયા જેવી થવા જાય છે.