કોર્પોરેશનમાં એક અધિકારીની જોહુકમીથી સમરાંગણ

નિર્દોષને હડફેટ લેતા ખીલાના જોરે કુદતા આખલા

કોર્પોરેશનમાં એક અધિકારીની જોહુકમીથી સમરાંગણ

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનમા એક અધિકારીની જોહુકમીથી ચાલતો અંડરગ્રાઉન્ડ સમરાંગણ હવે સપાટી ઉપર આવ્યો છે કેમ કે ખીલાના જોરે કુદતા એક અધિકારી નીચલી કેડરને પહેલા દબાવતા વગેરે કરતા હવે તો અધિકારી કે શાખાના વડાને ત્રાસદાયક રીતે તેઓ નિર્દોષ હોય છતાય દબાવવા લાગ્યા હોઇ ચકચાર મચી છે, અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓના વોટ્સઅપ ગ્રુપમાં એક પીડિત અધિકારી દ્વારા પોતાની હૈયાવરાળ મુકવામાં આવ્યા બાદ જે ગ્રુપમાં કમિશ્નર પણ છે તે સમગ્ર મામલે હવે કમિશ્નર કે સતાધારી પાંખ તરફથી શુ પગલા લેવાય છે તેના તરફ જાણકારોની મીટ છે,.

વિવાદ કઈક એવો છે કે સમરસ હોસ્ટેલે હાલના કોરોના સમયમાં કોર્પોરેશન હસ્તકની બસના ફેરાના બીલના મામલે દબાવવાની નિતિ અખત્યાર કરતા ચીફ એકાઉન્ટન્ટ અને આસી. કમી. જીગ્નેશ નિર્મલ જોહુકમી કરતા હોવાના આક્ષેપો પીડિત અધિકારી દ્વારા ગ્રુપમાં કરવામાં આવ્યા છે, તેમણે રીતસર કાકલુદી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, મનપાની તિજોરીના આપણે રખેવાળ હોઇએ અને આપણે પારદર્શી હોઇએ તો નિર્મલભાઇ આટલા ગંભીર પેરા ઓડીટમાં થી એકાઉન્ટ શાખામાંથી ન નીકળતા હોત તો પછી આપણા જ અઢાર વાંકા હોય તો બીજાને શા માટે ચીટલા ભરો છો ભાઇ?

વહીવટની એકાઉન્ટની એક પદ્ધતિ છે તે મુજબ જ કામ થાય હા કંઇ પુર્તતા બાકી રહેતી હોય તો તેની પણ પ્રોસીજર છે તેને સુયોજીત રીતે ફોલો કરવી જોઇએ તેના બદલે સામે ભોગ બનનારને ત્રાસ થઇ જાય ગળગળુ થવુ પડે કમિશ્નર અને પદાધિકારીઓને દર્દભરી રજુઆત કરવી પડે ત્યા સુધીના  દબાણ  કારસા કરવાની ચીફ એકાઉન્ટન્ટની (અ) નિતિ કંઇક જુદુ દર્શાવે છે જેમા તેમનો હેતુ શું તે તપાસ માંગી લેતું છે,(જો કે આ સામે આવેલ બાબત છે ઘણું દબાઈ જાય છે અને સામે નથી આવતું કે આવવા દેવામાં આવતું તે બધા જાણે છે )

સમગ્ર મામલો હાલ કોર્પોરેશનમાં ગંભીર ચર્ચાના તબક્કે છે અને કદાચ માનસીક ત્રાસના ગુના નોંધાવવા સુધી પહોંચે તો પણ નવાઇ નહી જામનગર મનપા માટે એવું પણ કહેવાય છે કે બધા ગઠબંધનો મીલી ભગતો સ્વાર્થ પુરતી હોય છે પછી તે શાસનમાંથી કોઇ હોય કે પ્રશાસનમાંથી હોય...માટે સારો વ્યવહાર કરવાની તાતી જરૂર છે તેવુ લાગે છે બાકી તો કોર્પોરેશનનો આ આંતરીક મામલો છે ઘણા પ્રકરણ દબાઇ ગયા તેમ આ પણ દબાવી દેવા પ્રયાસ થાય તેવુ પણ બની શકે પરંતુ ક્યારેક કોક મામલો બદનામ કરી દે તે હદે ખેંચાય નહી તેવી અનેક ચર્ચા હાલ કોર્પોરેશનના સમજદાર વર્ગમા ચાલે છે જોઇએ આ  મામલો વધુ સંવેદનશીલ બને છે કે નહી?

-જેના પર આક્ષેપ છે તે જીગ્નેશ નિર્મલ શું કહે છે.?
આટલો ચર્ચાસ્પદ બનેલો મામલે જેના પર પીડિત અધિકારી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તે ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલની માયસામાચાર દ્વારા ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ પહેલા તો  હુંકાર ભરીને એમ કહ્યું કે તમે કમિશ્નર સાહેબ સાથે જ વાત કરો, બાદમાં તેવોએ કહ્યું કે મેં AMC તરીકે ભાવેશ જાનીને ફોન કરીને ખાલી એટલું જ પૂછ્યું હતું કે મનપા સીટી બસ ના પૈસા તો આપે છે તો અલગથી બીલ શા માટે..? એટલું મેં એએમસી તરીકે પૂછ્યું, તો એને મગજમાં પારો ચઢી ગયો. એ પછી મેં એને ફોન કર્યો નથી.અને આ અધિકારી માનસિક રીતે પ્રોપરના હોય તો તેને આટલા મોટા પ્રોજેક્ટ પણ ના આપવા જોઈએ તેમ પણ મેં કમિશ્નર સાહેબને કીધું છે.

-આક્ષેપો લગાવનાર અધિકારી નાયબ ઈજનેર ભાવેશ જાની શું કહે છે.?
મનપાના વોટ્સઅપગ્રુપમાં કરેલ મેસેજને સમર્થન આપતા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના નાયબ ઈજનેર ભાવેશ જાનીએ માયસમાચાર સાથે ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે ચીફ એકાઉન્ટન્ટ ને આવી કોઈ સતા નથી, ફાઈલમાં ક્વેરી હોય તો કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર અને ઓડીટવિભાગ તે ક્વેરી ઉપસ્થિત કરી શકે અને તેનો જવાબ આપી શકાય.અને તેવોને આ રીતે અપમાન કરવાની પણ કોઈ સતા નથી.