Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
સોશ્યલ મીડીયાનું માધ્યમ દિવસે ને દિવસે કોઈને બદનામ કરવાનું માધ્યમ બની રહ્યું છે, અને કોઈના ફોટોના દુરુપયોગ કરી અને તેને બદનામ કરવા માટે સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ થઇ રહ્યો છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો દ્વારાકામાં સામે આવ્યો છે, દ્વારકામાં રહેતી એક યુવતીના ફોટાને ફેક આઈ.ડી. મારફતે વાયરલ કરવા બદલ એક શખ્સ સહીત આઈડી બનાવનાર સામે ધોરણસર સાઈબર સેલમાં અરજી બાદ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ દ્વારકામાં રહેતી 23 વર્ષીય યુવતી તથા તેમના પરીવારના સભ્યો તેમજ અન્યના મોબાઇલ ફોનમા સ્ત્રી સહજ મર્યાદાને ન શોભે તેવી રીતે યુવતીના ચરીત્ર વીરૂધ્ધ ફરીયાદીનો ફોટો અશ્વલીલ કરી તે ફરીયાદીનો ફોટો ઇલોકટ્રોનીક ડીવાઇસમા ઇન્ટરનેટ મારફતે પોતાના ફેક આઇ ડી થી તેને પ્રસીધ્ધ કરી ઇન્ટરનેટ મારફતે વાયરલ કરી, આ યુવતીની બદનામી થાય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતી દ્વારા અહીંના સાયબર સેલ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા આ અંગે દ્વારકા પોલીસે ચોક્કસ આઈ.ડી. ધારક સામે આઈ.પી.સી. કલમ 501 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આ ફેક આઈડી બનાવનાર સુધી પહોચવા પોલીસે પ્રયાસો શરુ કર્યા છે.