ધ્રોલમાં પોલીસકર્મી દ્વારા એક વ્યક્તિને માર મારવાનો મામલો, આજે વેપારીઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો

ગઈકાલ બનેલી ઘટનાના ઘેરા પડઘા

ધ્રોલમાં પોલીસકર્મી દ્વારા એક વ્યક્તિને માર મારવાનો મામલો, આજે વેપારીઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો

Mysamachar.in-જામનગર

ધ્રોલ પોલીસ મથકના બે પોલીસકર્મીઓ દ્વારા માસ્ક મામલે છેલ્લા કેટલાક સમયથી રીતસરની દાદાગીરી અને જોહુકમી શરુ કરવામાં આવી હતી, અને તેનાથી કેટલાય વેપારીમાં કેટલાય સમયથી રોષ ભભૂકતો હતો તે રોષ ગઈકાલે ત્યારે જોવા મળ્યો જયારે એક કોમ્પ્લેક્ષના છેક બીજા માળે આવેલી દુકાનમાં આ બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે આંગડિયા પેઢીમાં બેસેલ એક વ્યક્તિ સાથે માથાકૂટ કરી એક વ્યક્તિને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આજે આ મામલે આજે ધ્રોલના વેપારીઓ દ્વારા બજારો બંધ કરી અને પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે ધ્રોલ પોલીસ મથકના એ બે પોલીસકર્મીઓ જેની વારંવારની વેપારીઓમાં ફરિયાદ ઉઠી હતી તે મહિપતસિંહ અને નીલેશ ભીમાણી વિરુદ્ધ સ્થાનિક દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદ લેવામાં આવી છે.