બાઈકને બચાવવા જતાં કાર બ્રિજ નીચે ઉતરી ગઈ

કાર ને નુકશાન થયું પણ જાનહાની અટકી..

બાઈકને બચાવવા જતાં કાર બ્રિજ નીચે ઉતરી ગઈ

Mysamachar.in-નવસારી:

ક્યારેક અકસ્માતોની એવી તસ્વીરો સામે આવે જે વિચારતા કરી દે છે, આજે નવસારીમાં પણ આવી જ એક ઘટના સામે આવી...શહેરના પ્રવેશદ્વાર એવા વેરાવળ વિસ્તારમાં આવેલી પૂર્ણા નદી પાસે આજે શનિવારે વહેલી સવારે એક પજેરો કાર અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલકને બચાવવા જતાં કાર નિયંત્રણ ગુમાવી પૂર્ણા બ્રિજ નીચે ઉતરી ગઈ હતી. જેમાં સવાર ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ થવા પામી હતી હતી. આમ તો બાઇક ચાલકનો જીવ બચાવવા માટે કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર સીધી જ પૂર્ણા નદીના બ્રિજ નીચે ખાબકી હતી. જેના કારણે કારને મોટુ નુકશાન થવા પામ્યું હતું. કાર બાઈકને સ્હેજ અડી જતાં બાઈકચાલકને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. સદ્દનસીબે કારમાં સવાર ડ્રાઇવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો.