ટ્રક પાછળ ઘુસી ગઈ કાર અને 2 ના થયા મોત

2 લોકોની હાલત ગંભીર, આજે સવારે બની ઘટના

ટ્રક પાછળ ઘુસી ગઈ કાર અને 2 ના થયા મોત

Mysamachar.in-મોરબી

રાજ્યમાં અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે આજે સવારે એક ગોઝારા અકસ્માતની ઘટના હળવદના માળીયા કચ્છ હાઇવે પર સામે આવી છે, આજે સવારે મુંબઇથી કચ્છ જતા પરિવાર આ અકસ્માતનો ભોગ બન્યો હતો. સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા છે.

આ અકસ્માત અંગે માળિયા પોલીસ સ્ટાફને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઇથી કચ્છ જતા પરિવારની કાર ખુલ્લી બોડીના ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 62 વર્ષના બિપીન ગાલા અને 26 વર્ષનાં બીત્ર બિપિન ગાલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. તેમજ સાથે રહેલા પરિવારજનોમાં વિકી બિપીનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપીનભાઈ ગાલાને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.