કાર 50 ફૂટ નીચે ખાબકી.! પછી જુઓ કેવી દશા થઇ 

કેમ બન્યું આવું.? કારણ હજુ અકબંધ

કાર 50 ફૂટ નીચે ખાબકી.! પછી જુઓ કેવી દશા થઇ 

Mysamachar.in-મોરબી:

મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર ગત રાત્રીના કારને અકસ્માત નડ્યો હતો જેમાં બેફામ સ્પીડે દોડતી કાર પુલ ઉપરથી નીચે ખાબકી હતી આ ગંભીર અકસ્માતમાં કાર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.મોરબીના રામઘાટ નજીક આવેલ પમ્પીંગ  સ્ટેશન પાસે ગત રાત્રીના સમયગાળા દરમિયાન કાર પુલની પારી તોડી નીચે ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર 50 ફૂટ નીચે ખાબકી હતી. જેમાં કાર સવાર યુવકને સામાન્ય ઈજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પ્રથમ સિવિલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવની હાલ સુધી પોલીસ ચોપડે કોઈ નોંધ થઇ નથી.