કાર ખાબકી 15 ફૂટ નાળામાં 2 ના મોત 

કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો

કાર ખાબકી 15 ફૂટ નાળામાં 2 ના મોત 

Mysamachar.in-અમદાવાદ:

રોડ સેફટી અને ટ્રાફિક નિયમનની વાતો વચ્ચે રાજ્યમાં દરરોજ અકસ્માતોની સંખ્યામાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે, એવામાં આજે રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, અમદાવાદના વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર નાળામાં ખાબકતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે, ઘટના ધ્રાંગધ્રા હાઈવે પર વણી અને કાંકરાવાડી ગામની વચ્ચે બની હતી.

આ ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીના મોત થયા છે. જેમાં પતિએ કોઈ કારણોસર કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા 15 ફૂટ નાળામાં કાર ધડાકાભેર ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતના કારણે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. ઘટનાની જાણ થતા વિરમગામ પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસને અકસ્માત પાછળ  પ્રાથમિક તારણ  એવું લાગી રહ્યું છે કે, કાર ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નાળામાં 15 ફૂટ નીચે ખાબકી હતી અને આ અકસ્માત સર્જાયો છે.