ગાડી, રોકડ , દાગીના ચોરાય જાય હવે તો ભેંસ પણ ચોરાઈ જાય છે ..!

લાલપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

ગાડી, રોકડ , દાગીના ચોરાય જાય હવે તો ભેંસ પણ  ચોરાઈ જાય છે ..!
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના બબરઝર ગામે વસવાટ કરતા અને ખેતીકામ કરતા અશ્વિન દેવાણંદભાઈ વસરાએ લાલપુર પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવી છે તે આશ્ચર્ય પમાડે તેવી ચોક્કસથી કારણ કે અશ્વિનભાઈ જે ફરિયાદ નોંધાવી તેમાં તેણે લખાવ્યું છે કે કોઈ અજાણ્યા ઈસમોએ ફરિયાદીની એક ભેંસ તથા એક પાડી જે બન્નેની કુલ કીમત રૂપિયા 35000 ની થાય છે તે  બબરઝર ગામની દેવરીયાનો સીમાડો નામની સીમમા ફરીયાદીના રહેણાંક મકાનમા આવેલ ફળીયામાથી કોઈ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધી પોલીસે હવે ભેંસચોરને શોધવા તપાસ હાથ ધરી છે.