Mysamachar.in-જામનગર
જામનગર શહેરના ગુલાબનગર નજીક આજે સાંજના સુમારે એક અકસ્માતની ઘટના સામે આવી છે, સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી, આ અકસ્માતમાં એક નવી નકોર સ્વીફટ કાર અને છકડા રીક્ષાની ટક્કરમાં કારના આગળના ભાગનો ડૂચો બોલી ગયો હોય તેમ તસવીરોમાં દેખાઈ આવે છે, GJ-14-U-4561 નંબરનો છકડો અને નંબર વગરની સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માતમાં જાણવા મળતી વિગતો મુજબ છકડા ચાલક ઈજાગ્રસ્ત હોય તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.